પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી કે અમેરિકામાં ૫૦ વર્ષ બાદ બનાવવામાં આવશે ઑઇલ રિફાઇનરી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કરશે ૨૭ લાખ કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટઃ નવી રિફાઇનરીથી અમેરિકાને અબજો ડૉલરનો લાભ થશે અને હજારો નોકરીઓનું સર્જન થશે
પ્રતીકાત્મક તસવીર
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે અમેરિકા ૫૦ વર્ષમાં પહેલી વાર નવી ઑઇલ રિફાઇનરી ખોલશે જેમાં ભારતની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ૩૦૦ અબજ ડૉલર (આશરે ૨૭ લાખ કરોડ રૂપિયા)નું રોકાણ કરશે.
આ સંદર્ભમાં ટ્રુથ સોશ્યલ પરની એક પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું હતું કે ‘અમેરિકા વાસ્તવિક ઊર્જાપ્રભુત્વ તરફ પાછું ફરી રહ્યું છે. મને જાહેરાત કરવામાં ગર્વ થાય છે કે અમેરિકામાં ૫૦ વર્ષ બાદ પહેલી ઑઇલ રિફાઇનરી ટેક્સસના બ્રાઉન્સવિલમાં ખોલવામાં આવશે. આ એક ઐતિહાસિક ૩૦૦ અબજ ડૉલરનો સોદો છે, અમેરિકાના ઇતિહાસમાં એ સૌથી મોટો છે. અમેરિકન કામદારો, ઊર્જા અને સાઉથ ટેક્સસના મહાન લોકો માટે આ એક મોટો વિજય છે. ભારતમાં અમારા ભાગીદારો અને તેમની સૌથી મોટી ખાનગી માલિકીની ઊર્જા કંપની રિલાયન્સનો આ જબરદસ્ત રોકાણ માટે આભાર. નવી રિફાઇનરી અમેરિકન બજારોને ઈંધણ આપશે અને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવશે. સાથે-સાથે ઊર્જાઉત્પાદનને પણ વેગ આપશે.’
ADVERTISEMENT
આ મામલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તરફથી હજી સત્તાવાર નિવેદનની રાહ જોવાઈ રહી છે.
