વીરેન્દર સેહવાગે માર્યો જબરદસ્ત ટોણો
ફાઇલ તસવીર
ભારતે સાઉથ આફ્રિકા સામે વાઇસ-કૅપ્ટન અક્ષર પટેલની જગ્યાએ ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદરને પ્લેઇંગ ઇલેવનમાં પસંદ કર્યો હતો. ભારતીય ટીમના મૅનેજમેન્ટ અનુસાર સાઉથ આફ્રિકાના ડાબ હાથના બૅટર્સ સામે દબદબો મેળવવા ઑફ-સ્પિનર બોલરની જરૂર હતી. એના કારણે અક્ષર પટેલને ડ્રૉપ કરીને વૉશિંગ્ટન સુંદરને સ્થાન આપવામાં આવ્યું.
વૉશિંગ્ટન સુંદર બે ઓવરમાં ૧૭ રન આપીને વિકેટલેસ રહ્યો હતો. બૅટિંગ દરમ્યાન પણ તે ૧૧ બૉલમાં ૧૧ રન જ કરી શક્યો હતો. અક્ષર પટેલે અમેરિકા સામે જ માત્ર ૧૪ રન કર્યા હતા. નામિબિયા અને પાકિસ્તાન સામેની મૅચમાં તે ઝીરો પર આઉટ થયો હતો. જોકે તેણે પોતાની ત્રણેય મૅચમાં ૩૦થી ઓછા રનનો સ્પેલ ફેંકીને ૨-૨ વિકેટ લીધી હતી.
ADVERTISEMENT
૩૨ વર્ષનો અક્ષર પટેલ ગુજરાત માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમતો હોવાથી અમદાવાદનું સ્ટેડિયમ તેનું હોમગ્રાઉન્ડ છે. લોકલ બૉયને અમદાવાદની મહત્ત્વપૂર્ણ મૅચમાંથી ડ્રૉપ કરવાના નિર્ણયથી ફૅન્સ અને નિષ્ણાતોમાં પણ નિરાશા જોવા મળી હતી. ગૌતમ ગંભીરની કોચિંગ ટીમના અખતરાઓ સામે ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર વીરેન્દર સેહવાગે જબરદસ્ત ટૉન્ટ માર્યો હતો. બાપુના નામે ઓળખાતા અક્ષર પટેલને સમર્થન આપીને અને તેનો ફોટો શૅર કરીને સોશ્યલ મીડિયા પર સેહવાગે લખ્યું હતું કે ‘આફ્રિકા કે સામને બાપુકો ફેંકના અચ્છા નહીં... ટ્રેન સે ભી નહીં, ટીમ સે ભી નહીં.’
