Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > T20 વર્લ્ડ કપના હાઇએસ્ટ વિકેટટેકરના લિસ્ટમાં બીજા ક્રમે પહોંચ્યા છે સંયુક્ત રીતે ત્રણ સ્પિનર્સ

T20 વર્લ્ડ કપના હાઇએસ્ટ વિકેટટેકરના લિસ્ટમાં બીજા ક્રમે પહોંચ્યા છે સંયુક્ત રીતે ત્રણ સ્પિનર્સ

Published : 12 February, 2026 10:04 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બંગલાદેશના શાકિબ-અલ-હસનનો ૫૦ વિકેટનો રેકૉર્ડ ખતરામાં

બંગલાદેશનો શાકિબ-અલ-હસન

બંગલાદેશનો શાકિબ-અલ-હસન


T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં બંગલાદેશનો સ્પિન ઑલરાઉન્ડર શાકિબ-અલ-હસન હાઇએસ્ટ વિકેટટેકર છે. ૯ T20 વર્લ્ડ કપની ૪૩ મૅચમાં તેણે ૧૦૦૬ રન આપીને ૫૦ વિકેટ લીધી હતી. જોકે વર્તમાન T20 વર્લ્ડ કપમાં તેનો આ રેકૉર્ડ તૂટી શકે છે.

T20 વર્લ્ડ કપના હાઇએસ્ટ વિકેટટેકરના લિસ્ટમાં બીજા ક્રમે એકસાથે ત્રણ સ્પિનર આવી ગયા છે. શ્રીલંકાનો વનિન્દુ હસરંગા, ઑસ્ટ્રેલિયાનો ઍડમ ઝૅમ્પા અને અફઘાનિસ્તાનનો રાશિદ ખાન ૪૦ વિકેટ સાથે આ લિસ્ટમાં બીજા ક્રમે છે. ૨૦ મૅચમાં આ કમાલ કરનાર વનિન્દુ હસરંગા ઇન્જરીને લીધે બહાર થઈ ગયો છે. ઍડમ ઝૅમ્પા (બાવીસ મૅચ) અને રાશિદ ખાન (૨૫ મૅચ) વર્તમાન T20 વર્લ્ડ કપની આગામી મૅચોમાં શાનદાર પ્રદર્શન કરીને આ રેસમાં આગળ વધી શકે છે. 


Whatsapp-channel Whatsapp-channel

12 February, 2026 10:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK