આ ઇન્જરી બાદ ન્યુ ઝીલૅન્ડે ઑલરાઉન્ડર કોલ મૅક્કૉન્ચીને ટ્રાવેલિંગ રિઝર્વ તરીકે પસંદ કર્યો છે
માઇકલ બ્રેસવેલ
ન્યુ ઝીલૅન્ડના ઑલરાઉન્ડર માઇકલ બ્રેસવેલે ડાબા પગની ઈજા વકરતાં મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની બાકીની મૅચોમાંથી બહાર થવું પડ્યું છે. ૩૪ વર્ષના બ્રેસવેલને ભારત સામેની વન-ડે સિરીઝમાં અને ત્યાર બાદ વર્લ્ડ કપ વૉર્મઅપ મૅચની તૈયારી વખતે ફરી પગમાં ઇન્જરી થઈ હતી. તેને સ્વસ્થ થવા માટે લગભગ ત્રણ અઠવાડિયાં લાગશે.
આ ઇન્જરી બાદ ન્યુ ઝીલૅન્ડે ઑલરાઉન્ડર કોલ મૅક્કૉન્ચીને ટ્રાવેલિંગ રિઝર્વ તરીકે પસંદ કર્યો છે. જોકે તેને અત્યાર સુધી રિપ્લેસમેન્ટ ખેલાડી તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ સ્પિન બોલિંગ ઑલરાઉન્ડર ૧૨ T20 ઇન્ટરનૅશનલ મૅચમાં ૧૦૦ રન કરવાની સાથે ૭ વિકેટ લઈ ચૂક્યો છે.


