Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મેં આજે ચાર્જ સંભાળ્યો છે અને તમે જોજો કાલે હું ફીલ્ડ પર હોઈશ

મેં આજે ચાર્જ સંભાળ્યો છે અને તમે જોજો કાલે હું ફીલ્ડ પર હોઈશ

Published : 12 February, 2026 05:39 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈનાં નવાં મેયર રિતુ તાવડે સાથે પ્રથમ દિવસે મિડ-ડેની ખાસ વાતચીત

મુંબઈનાં મેયર તરીકે વરણી થયા બાદ રિતુ તાવડેને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શુભેચ્છા આપી હતી. તસવીર ઃ સૈયદ સમીર અબેદી

મુંબઈનાં મેયર તરીકે વરણી થયા બાદ રિતુ તાવડેને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શુભેચ્છા આપી હતી. તસવીર ઃ સૈયદ સમીર અબેદી


મુંબઈનાં નવાં ચૂંટાયેલાં મેયર રિતુ તાવડેએ ફુટપાથ પરથી બંગલાદેશી ફેરિયાઓને હટાવવાની પ્રાથમિકતા આપવાની ખાતરી આપી હતી. તેમણે કહ્યું હતું કે પબ્લિક પ્લેસ ટૅક્સ ભરતા નાગરિકો, સિનિયર સિટિઝન્સ અને મહિલાઓ માટે હોય છે અને આ મુદ્દો ઍડ્‍મિનિસ્ટ્રેશનની પહેલી બેઠકમાં ઉઠાવવાની તેમણે ખાતરી આપી હતી. ગઈ કાલે મેયર બન્યા બાદ તેમણે કહ્યું હતું કે ‘આ બાબતે કડક પગલાં લેવા માટે વિવિધ વિભાગોને નિર્દેશ આપવામાં આવ્યો છે. જ્યારે જુદા-જુદા વિસ્તારોની મુલાકાત લેવામાં આવે છે ત્યારે આ ફેરિયાઓ પાસેથી બનાવટી આધાર કાર્ડ મળે છે. આવા બંગલાદેશી ફેરિયાઓ સામે કડક કાર્યવાહી થશે.’ N વૉર્ડમાં કાર્યવાહી ચાલુ થઈ ગઈ હોવાનું તેમણે ઉમેર્યું હતું. 

મેયર બન્યા બાદ મુખ્ય પ્રધાનની જેમ તેમનો પણ ૧૦૦ દિવસનો પ્લાન છે કે કેમ એવું પૂછતાં રિતુ તાવડેએ કહ્યું હતું કે ‘સંબંધિત અધિકારીઓને નિયમિત રીતે મળીને કામની સમીક્ષા કરીશ. આરોગ્ય અને શિક્ષણ મારી પ્રાથમિકતા રહેશે. રાજાવાડી હૉસ્પિટલને સ્ટેટ ઑફ ધ આર્ટ હૉસ્પિટલ તરીકે અપગ્રેડ કરીને દિલ્હીની AIIMS જેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત મરાઠી માણૂસની સલામતીનો મુદ્દો અને બંધ થયેલી મરાઠી સ્કૂલોને ફરી ચાલુ કરાવવાની પણ મારી પ્રાથમિકતા છે.’



મજબૂત વિપક્ષ સાથે તમે કેવી રીતે કામ કરશો એવા પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે  ‘આજે ગૃહમાં તેમનું વર્તન મહિલાઓ પ્રત્યેની તેમની અસંવેદનશીલતા દર્શાવે છે, પરંતુ ગૃહ ચલાવવાને બદલે તેમને અરાજકતા ફેલાવવામાં વધુ રસ હતો. મારે મુંબઈ માટે વાત કરવી હતી અને મને અપેક્ષા હતી કે તેઓ શાંતિથી સાંભળે, પરંતુ તેમનું ધ્યાન મેયરને બોલતાં કેવી રીતે રોકવાં એના પર હતું. નાગરિકોએ ૪-૫ કલાક સુધી લાઇનમાં ઊભા રહીને તેમને ચૂંટ્યાં છે. નાગરિકોએ ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં વિશ્વાસ દર્શાવ્યો છે. વિપક્ષે વિચારવું જોઈએ કે તેઓ તેમના મતદારો સામે કેવી રીતે રજૂ થવા માગે છે. મુંબઈનાં મેયર તરીકે હું ગૃહનું સંચાલન તટસ્થ રીતે કરું, હંગામો કર્યા વિના વિરોધ પક્ષનો આદર કરું અને તેમનાં મંતવ્યો પણ ધ્યાનમાં લઈશ એવી ખાતરી આપું છું.’


ચોમાસાની તૈયારી માટે BMC શું કામ કરશે એના જવાબમાં નવાં મેયરે કહ્યું હતું કે ‘મેં આજે ચાર્જ સંભાળ્યો છે અને તમે જોજો કાલે હું ફીલ્ડ પર હોઈશ. જનરલ બૉડી અને BMC હેડક્વૉર્ટરમાં મારી મેયરની ફરજો ઉપરાંત હું મારા મતવિસ્તારના લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે મારી ફરજ બજાવવા માટે પ્રતિબદ્ધ છું. સબર્બમાં ઘણા ભાગોમાં ફુટપાથ નથી જેના કારણે વરિષ્ઠ નાગરિકો માટે ઘણી સમસ્યાઓ ઊભી થાય છે. એ મુદ્દા પર પણ હું કામ કરીશ.’

- ઈશાનપ્રિયા એમ એસ


Whatsapp-channel Whatsapp-channel

12 February, 2026 05:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK