હૉન્ગકૉન્ગ સિક્સિસ 2025 ટુર્નામેન્ટના આયોજકોએ ગઈ કાલે ભારતીય ટીમને લઈને મોટી જાહેરાત કરી છે
દિનેશ કાર્તિક
હૉન્ગકૉન્ગ સિક્સિસ 2025 ટુર્નામેન્ટના આયોજકોએ ગઈ કાલે ભારતીય ટીમને લઈને મોટી જાહેરાત કરી છે. આગામી સાતથી ૯ નવેમ્બર દરમ્યાન આયોજિત ૬-૬ ઓવરની રમત ધરાવતી આ ટુર્નામેન્ટમાં ભારતનું નેતૃત્વ ૪૦ વર્ષનો દિનેશ કાર્તિક કરશે. આ પહેલાં ટીમના એક સભ્ય તરીકે રવિચન્દ્રન અશ્વિનનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. અન્ય પ્લેયર્સનાં નામ આગામી સમયમાં જાણવા મળશે.
વિશાળ ઇન્ટરનૅશનલ અનુભવ, મજબૂત નેતૃત્વ-કૌશલ્ય અને વિસ્ફોટક બૅટિંગ માટે જાણીતો દિનેશ કાર્તિક કહે છે, ‘આટલો સમૃદ્ધ અને વૈશ્વિક ઇતિહાસ ધરાવતી ટુર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયાનું નેતૃત્વ કરવું મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. હું અદ્ભુત રેકૉર્ડ ધરાવતા પ્લેયર્સના જૂથનું નેતૃત્વ કરવા માટે આતુર છું. અમે સાથે મળીને નિર્ભય અને મનોરંજક ક્રિકેટ રમવાનું લક્ષ્ય રાખીશું.’


