આ ઑલરાઉન્ડરે T20 વર્લ્ડ કપ 2022ની સેમી-ફાઇનલમાં છેલ્લી હાર બાદ સતત ૨૧ ICC મૅચ જીતી હતી
હાર્દિક પંડ્યા
ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાનો ICC ટુર્નામેન્ટમાં રેકૉર્ડ-બ્રેક વિજય સિલસિલો T20 વર્લ્ડ કપ 2026ના સુપર 8 તબક્કામાં સાઉથ આફ્રિકા સામે ભારતની હાર સાથે સમાપ્ત થયો. આ ઑલરાઉન્ડરે T20 વર્લ્ડ કપ 2022ની સેમી-ફાઇનલમાં છેલ્લી હાર બાદ સતત ૨૧ ICC મૅચ જીતી હતી. ઑસ્ટ્રેલિયાનો માઇકલ ક્લાર્ક અને શૉન ટેઇટ સતત ૧૭ ICC મૅચ જીત્યા હતા.
૨૦૨૩ની ફાઇનલ બાદ પહેલી વખત ICC મૅચ હાર્યું ભારત
ADVERTISEMENT
ભારતીય ટીમનો ICCની વાઇટ-બૉલ ટુર્નામેન્ટમાં રેકૉર્ડ સતત ૧૭ જીતનો સિલસિલો પણ અમદાવાદમાં રવિવારે સમાપ્ત થયો હતો. ભારતે T20 વર્લ્ડ કપ 2024, ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 અને T20 વર્લ્ડ કપ 2026ની ગ્રુપ-સ્ટેજ સુધી સતત ૧૭ મૅચ જીતી હતી. ICCની વાઇટ-બૉલ ટુર્નામેન્ટમાં ભારત છેલ્લે ૨૦૨૩ના વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામે હાર્યું હતું. એ સમયે પણ વેન્યુ અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હતું.
