Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > હાર્દિક પંડ્યાએ આપી એક્સ-વાઇફ અને દીકરાને ગિફ્ટમાં ૪ કરોડની કાર

હાર્દિક પંડ્યાએ આપી એક્સ-વાઇફ અને દીકરાને ગિફ્ટમાં ૪ કરોડની કાર

Published : 23 February, 2026 10:55 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

Hardik Pandya gifts Rs 4 crore Land Rover to son Agastya after divorce from Natasa, continuing co-parenting while celebrating girlfriend Maheika’s birthday.

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


સોશ્યલ મીડિયા પર હાર્દિક પંડ્યાએ તેના પુત્ર અગસ્ત્ય અને ભૂતપૂર્વ પત્ની નતાશા સ્ટેનકોવિકને આપેલી આ શાનદાર ગિફ્ટની તસવીરો ખૂબ વાઇરલ થઈ રહી છે. આ તસવીરમાં અગસ્ત્ય અને નતાશા લૅન્ડ રોવર ડિફેન્ડર કારની ડિલિવરી લેતાં જોવા મળે છે. ખાસ વાત એ છે કે કારની વેલકમ-નોટ પર સ્પષ્ટપણે લખ્યું છે, ‘પાપા ટુ અગસ્ત્ય’.

હાર્દિક પંડ્યાએ અગસ્ત્યને લૅન્ડ રોવર ડિફેન્ડરનું કયું મૉડલ ગિફ્ટ કર્યું છે એની જાણ નથી થઈ. અહેવાલો મુજબ હાર્દિકે આ કારનું ટૉપ મૉડલ ખરીદ્યું છે, જેની કિંમત લગભગ ૪ કરોડ રૂપિયા હોવાનું મનાય છે. કાર-ડીલર નવનીત મોટર્સે સત્તાવાર રીતે આ જાણકારી શૅર કરી છે કે આ કાર મુંબઈમાં અગસ્ત્ય પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકને સોંપવામાં આવી છે.



ભલે હાર્દિક અને નતાશા અલગ થઈ ગયાં હોય, બન્ને પોતાના પુત્ર અગસ્ત્યના ઉછેરની જવાબદારી સાથે મળીને નિભાવી રહ્યાં છે. પુત્રની ખુશી માટે હાર્દિકે આપેલી આ મોંઘીદાટ ભેટ અત્યારે ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની છે.


Whatsapp-channel Whatsapp-channel

23 February, 2026 10:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK