Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IPL 2026 ફાઇનલ પછી ગુજરાતની ટીમ મુશ્કેલીમાં! મધરાતે રસ્તે રખડતા થયા પ્લેયર્સ

IPL 2026 ફાઇનલ પછી ગુજરાતની ટીમ મુશ્કેલીમાં! મધરાતે રસ્તે રખડતા થયા પ્લેયર્સ

Published : 01 June, 2026 10:01 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Gujarat Titans bus breakdown: અમદાવાદમાં IPL 2026ની ફાઇનલ મેચ પછી મોટી દુર્ઘટના ટળી! રનરઅપ ટીમ ગુજરાત ટાઇટન્સની ટીમ બસમાં ભીષણ આગ લાગતાં અરાજકતા સર્જાઈ; શોર્ટ-સર્કિટને કારણે લાગી આગ, પ્લેયર્સ અને સ્ટાફ બધા જ સુ૨ક્ષિત

વીડિયોમાંથી લીધેલા સ્ક્રિનશોટ

વીડિયોમાંથી લીધેલા સ્ક્રિનશોટ


ઇન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League) ૨૦૨૬ની ફાઇનલ (IPL 2026 Finals)માં હાર બાદ ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans)ની ટીમ એક મોટી દુર્ઘટનામાંથી આબાદ બચી ગઈ છે. રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (Royal Challengers Bengaluru) સામે ફાઇનલ મેચ હાર્યા બાદ જ્યારે ગુજરાત ટાઇટન્સની ટીમ અમદાવાદ (Ahmedabad)ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)થી હોટેલ તરફ પરત ફરી રહી હતી, ત્યારે તેમની ટીમ બસમાં અચાનક આગ લાગી ગઈ હતી (Gujarat Titans bus breakdown), જેના કારણે ખેલાડીઓમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. જો કે, રાહતની વાત એ રહી કે સમય રહેતા તમામ ખેલાડીઓ અને સ્ટાફને બસમાંથી સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા, જેથી એક બહુ મોટી હોનારત ટળી ગઈ હતી.

શોર્ટ સર્કિટના કારણે ગુજરાત ટાઇટન્સની બસમાં આગ લાગી



અહેવાલો અનુસાર, ગુજરાત ટાઇટન્સની બસમાં શોર્ટ સર્કિટ (Gujarat Titans Bus Short Circuit) થવાના કારણે આગ લાગી હતી, ત્યારબાદ બસમાંથી ધુમાડો અને આગની લપેટો નીકળવા લાગી હતી. આગ લાગવાના કારણે ખેલાડીઓ આશરે એક કલાક સુધી રોડ પર જ ફસાયેલા રહ્યા હતા. આ અકસ્માત બાદ ટીમ મેનેજમેન્ટે તાત્કાલિક બીજી બસની વ્યવસ્થા કરીને ખેલાડીઓને હોટેલ પહોંચાડ્યા હતા. હાલ તમામ ખેલાડીઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે.


GTની ટીમ બસમાં ધુમાડો જ ધુમાડો, વીડિયો વાયરલ

સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ અનુસાર, શોર્ટ સર્કિટ થવાના કારણે બસ ખોરવાઈ ગઈ હતી અને તેની અંદર ધુમાડો ફેલાઈ ગયો હતો. આ ઘટના બનતાની સાથે જ તાત્કાલિક તમામ લોકોને બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ખુશકિસ્મતીથી આ ઘટનામાં કોઈ પણ ખેલાડી કે સપોર્ટ સ્ટાફને કોઈ ઈજા પહોંચી નથી અને તમામ લોકો સંપૂર્ણપણે સુરક્ષિત બચી ગયા છે.


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mid-Day Gujarati (@middaygujarati)

વાયરલ વીડિયો (Viral Videos)માં જોઈ શકાય છે કે, શોર્ટ સર્કિટના કારણે બસમાં ધુમાડો ભરાઈ જવાને લીધે ટીમને થોડીવાર માટે રોડની કિનારે રાહ જોવી પડી હતી. ત્યારબાદ, તમામ લોકોને સુરક્ષિત રીતે હોટેલ સુધી પહોંચાડવા માટે એક બીજી બસની વ્યવસ્થા કરવામાં આવી હતી.

મોહમ્મદ સિરાજે આપ્યા ‘breakdown’ના સમાચાર

ગુજરાત ટાઇટન્સના સ્ટાર ખેલાડી મોહમ્મદ સિરાજ (Mohammed Siraj)એ સોશ્યલ મીડિયા (Social Media)માં સ્ટોરી પોસ્ટ કરી હતી જ્યાં તે ટીમના અન્ય ખેલાડીઓ સાથે રસ્તા પર બેઠો હતો.

આ સ્ટોરી સાથે મોહમ્મદ સિરાજે કેપ્શનમાં લખ્યું હતું, ‘બ્રેકડાઉન’. સાથે જ તૂટેલા હાર્ટના બે ઇમોજીસ મુક્યા હતા.

હોમગ્રાઉન્ડ પર હારી ગુજરાત ટાઇટન્સ

ગુજરાત ટાઇટન્સ પાસે પોતાના હોમગ્રાઉન્ડ પર આરસીબી (RCB) સામે જીત મેળવીને બીજી વખત આઈપીએલ ચેમ્પિયન બનવાની સુવર્ણ તક હતી, પરંતુ ટીમ તેમાં નિષ્ફળ રહી હતી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટૉસ હાર્યા બાદ ગુજરાત ટાઇટન્સની ટીમ પહેલા બેટિંગ કરવા માટે ઉતરી હતી. પહેલા બેટિંગ કરતા ગુજરાતે ૮ વિકેટના નુકસાને માત્ર ૧૫૫ રનનો સ્કોર બનાવ્યો હતો.

ટીમના શાનદાર ફોર્મમાં ચાલી રહેલા બેટ્સમેન શુભમન ગિલ (Shubman Gill) અને સાઈ સુદર્શન (Sai Sudarshan) આ ફાઇનલ મેચમાં સસ્તામાં આઉટ થઈ ગયા હતા, જેના કારણે ટીમ મોટો સ્કોર બનાવી શકી નહોતી. ગુજરાત તરફથી વોશિંગ્ટન સુંદર (Washington Sundar)એ સૌથી વધુ ૫૦ રનની ઇનિંગ રમી હતી.

તેના જવાબમાં રજત પાટીદાર (Rajat Patidar)ની કેપ્ટનશીપ હેઠળની આરસીબીની ટીમે સતત બીજી વખત આઈપીએલનો ખિતાબ જીતીને ઇતિહાસ રચી દીધો છે. ટીમ માટે ફાઇનલમાં દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli)એ વિનિંગ શૉટ ફટકારતા અણનમ ૭૫ રનની દમદાર ઇનિંગ રમી હતી, જેના કારણે ટીમે ૧૨ બોલ બાકી રહેતા ૧૬૧ રન બનાવીને મેચ પોતાના નામે કરી લીધી હતી.

Whatsapp-channel Whatsapp-channel

01 June, 2026 10:01 AM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK