સમન્થા રુથ પ્રભુએ બેબી બમ્પ સાથેની નવી તસવીરો શેર કરીને પોતાની પ્રેગ્નન્સી-ફૅશનની ઝલક બતાવી. સાથે જ જીવનના બદલાતા તબક્કાઓ વિશે ભાવુક સંદેશ પણ લખ્યો.
સામંથા રૂથ પ્રભુ
સમન્થા રુથ પ્રભુએ હાલમાં બેબી-બમ્પ સાથે પોતાની પ્રેગ્નન્સી-ફૅશન દર્શાવતી તસવીરો શૅર કરી છે. આ તસવીરમાં તે મસ્ટર્ડ યલો રંગના સુંદર ડ્રેસમાં જોવા મળી રહી છે. મળતી માહિતી પ્રમાણે સમન્થાએ આ ફોટોશૂટ માટે પસંદ કરેલા ડ્રેસની કિંમત ૪૯૯૫ રૂપિયા જેટલી જ હતી પણ આમ છતાં તે આ લુકમાં છવાઈ ગઈ હતી.
આ તસવીરો સાથે સમન્થાએ જીવનના બદલાતા તબક્કાઓ વિશે લખ્યું છે કે ‘જીવનનો દરેક તબક્કો એકસરખો હોતો નથી. કેટલાક તબક્કા આપણને રાહ જોવાનું શીખવે છે, કેટલાક લડવાનું શીખવે છે અને કેટલાક બધું છોડી દેવાનું કહે છે. આપણે જીવનના તબક્કા પસંદ કરી શકતા નથી, પણ એને કેવી રીતે જીવવો તે જરૂર પસંદ કરી શકીએ છીએ.’
હૃતિક રોશને મહિને ૧૭ લાખ રૂપિયાના રેન્ટથી ભાડે આપી કમર્શિયલ ઑફિસ
ADVERTISEMENT
હૃતિક રોશને અંધેરી-પશ્ચિમ વિસ્તારમાં આવેલી પોતાની આશરે ૬૦૦૦ સ્ક્વેર ફુટની કમર્શિયલ ઑફિસ-સ્પેસ પાંચ વર્ષ માટે ભાડે આપી છે. આ પ્રૉપર્ટીનું પ્રારંભિક માસિક ભાડું ૧૭ લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. આ કમર્શિયલ જગ્યા ન્યુ લિન્ક રોડ પર આવેલા લોટસ નીલકમલ બિઝનેસ પાર્કમાં આવેલી છે. આ ઑફિસ ૭ યુનિટ્સમાં ફેલાયેલી છે. કરાર અનુસાર પ્રથમ ૩ વર્ષ માટે માસિક ભાડું ૧૭ લાખ રૂપિયા રહેશે. ત્યાર બાદનાં બાકીનાં બે વર્ષ માટે માસિક ભાડું વધીને ૧૯.૫૫ લાખ રૂપિયા થઈ જશે.
હવે ટીવી પર ક્રાઇમ આધારિત શો હોસ્ટ કરશે અજય દેવગન
બૉલીવુડના કલાકારો માટે ટેલિવિઝનની દુનિયામાં પગ મૂકવો કોઈ નવી વાત નથી. હવે આ યાદીમાં અજય દેવગનનું નામ પણ જોડાવા જઈ રહ્યું છે, કારણ કે તે ક્રાઇમ આધારિત શો દ્વારા નાના પડદા પર હોસ્ટ તરીકે જોવા મળશે. રિપોર્ટ પ્રમાણે આ ક્રાઇમ આધારિત શો માટે નિર્માતાઓએ અજય દેવગનનો સંપર્ક કર્યો હતો અને તેણે પણ આ માટે સંમતિ આપી છે. જો બધું આયોજન મુજબ રહ્યું તો તે ટૂંક સમયમાં શૂટિંગ શરૂ કરશે. કહેવામાં આવી રહ્યું છે કે આ શો સત્ય ઘટનાઓ પર આધારિત હશે અને એમાં ક્રાઇમ તથા સસ્પેન્સનો રોમાંચ જોવા મળશે. જોકે હાલમાં શોના શીર્ષક અને ફૉર્મેટ વિશે વધુ માહિતી સામે આવી નથી.
