Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વિમેન્સ વન-ડે વર્લ્ડ કપમાં પાંચ ટીમ વચ્ચે એક સેમી ફાઇનલ સ્પૉટ માટે જબરદસ્ત રસાકસી

વિમેન્સ વન-ડે વર્લ્ડ કપમાં પાંચ ટીમ વચ્ચે એક સેમી ફાઇનલ સ્પૉટ માટે જબરદસ્ત રસાકસી

Published : 21 October, 2025 08:27 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારત-ન્યુ ઝીલૅન્ડ દાવેદાર, વરસાદ અને નેટ રન-રેટ ભજવશે મહત્ત્વપૂર્ણ ભૂમિકા

પ્લેયર

પ્લેયર


વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ 2025માં રવિવાર સુધીમાં રાઉન્ડ રૉબિન તબક્કામાં વીસ મૅચ પૂર્ણ થઈ. દરેક ટીમ પાંચ-પાંચ મૅચ રમી છે જેમાંથી ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ અને સાઉથ આફ્રિકાએ સેમી ફાઇનલમાં એન્ટ્રી મારી છે. હવે ટૉપ ફોરના અંતિમ સ્થાન એટલે કે સેમી ફાઇનલના એક સ્પૉટ માટેની રેસમાં ભારત, ન્યુ ઝીલૅન્ડ, બંગલાદેશ, શ્રીલંકા અને પાકિસ્તાન છે. રવિવાર સુધીમાં ભારત અને ન્યુ ઝીલૅન્ડ ચાર-ચાર પૉઇન્ટ સાથે અંતિમ સ્થાન માટે મુખ્ય દાવેદાર છે. દરેક ટીમની અંતિમ બે મૅચના રિઝલ્ટથી છેલ્લી સેમી ફાઇનલિસ્ટ ટીમ નક્કી થશે. આ દરમ્યાન વરસાદને કારણે સેમી ફાઇનલનાં સમીકરણ બગડી પણ શકે છે.

ટીમ ઇન્ડિયાની સેમી ફાઇનલનાં સમીકરણ હરમનપ્રીત કૌર ઍન્ડ કંપની હાલમાં +૦.૫૨૬નો નેટ રન-રેટ ધરાવે છે, જ્યારે રેસમાં બચેલી બાકીની ટીમોનો નેટ રન-રેટ માઇનસમાં છે. ભારત પોતાની ન્યુ ઝીલૅન્ડ અને બંગલાદેશ સામેની મૅચ જીતીને સેમી ફાઇનલનું સ્થાન પાકું કરી લેશે.



જો તેઓ ન્યુ ઝીલૅન્ડ (૨૩ ઑક્ટોબર) સામે જીતે અને બંગલાદેશ (૨૬ ઑક્ટોબર) સામે હારી જાય તો પણ છ પૉઇન્ટ અને બંગલાદેશ કરતાં સારો નેટ રન-રેટ જાળવીને ભારત આગળ વધી શકશે. 


ભારત ન્યુ ઝીલૅન્ડ સામે હારે અને બંગલાદેશ સામે જીતી જાય તો ઇંગ્લૅન્ડ પોતાની અંતિમ મૅચમાં ન્યુ ઝીલૅન્ડને હરાવે એવી આશા રાખવી પડશે. તો જ ભારત સારી નેટ રન-રેટનો ફાયદો ઉઠાવી સેમી ફાઇનલ રમી શકશે.


Whatsapp-channel Whatsapp-channel

21 October, 2025 08:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK