ત્રણ રનથી હાફ સેન્ચુરી ચૂક્યો બાબર આઝમ
બાબર આઝમ
ઇંગ્લૅન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મૅચના બીજા દિવસે વરસાદે ફરી ખેલ બગાડ્યો હતો. બીજા દિવસના ખેલમાં પણ ઇંગ્લૅન્ડના પ્લેયર્સે પોતાનો દબદબો બનાવી રાખ્યો હતો. પાંચ વિકેટે ૧૨૬ રનથી પાકિસ્તાની ટીમે રમવાનું શરૂ કર્યું હતું. બીજા દિવસની પહેલી વિકેટ સ્ટુઅર્ટ બ્રૉડને બાબર આઝમના રૂપમાં મળી હતી. હાફ સેન્ચુરીથી ત્રણ રન ચૂકી જનાર બાબર આઝમ ૪૭ રન કરીને આઉટ થયો હતો. પાકિસ્તાને ૮૬ ઓવરમાં ૯ વિકેટ ગુમાવી ૨૨૩ રન બનાવી લીધા હતા. સ્ટુઅર્ટ બ્રૉડ અને જેમ્સ ઍન્ડરસને ત્રણ-ત્રણ વિકેટ, જ્યારે સૅમ કરૅન અને ક્રિસ વૉક્સને એક-એક વિકેટ મળી હતી.