WTCમાં સૌથી વધુ મૅચ રમનાર ઇંગ્લૅન્ડ હવે સૌથી વધુ મૅચ જીતનાર ટીમ પણ બની ગઈ છે. ઇંગ્લૅન્ડે ૩૨ મૅચ જીતીને ભારતીય ટીમ (૩૧ જીત)ને પાછળ છોડી છે.
ઇંગ્લૅન્ડ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ના રેકૉર્ડ લિસ્ટમાં ટૉપર બની ગયું
ભારતની ઍડીલેડ ટેસ્ટમાં હાર અને ન્યુ ઝીલૅન્ડ સામેની પોતાની જીતને કારણે ઇંગ્લૅન્ડ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ના રેકૉર્ડ લિસ્ટમાં ટૉપર બની ગયું છે. WTCમાં સૌથી વધુ મૅચ રમનાર ઇંગ્લૅન્ડ હવે સૌથી વધુ મૅચ જીતનાર ટીમ પણ બની ગઈ છે. ઇંગ્લૅન્ડે ૩૨ મૅચ જીતીને ભારતીય ટીમ (૩૧ જીત)ને પાછળ છોડી છે.
આ પહેલાં બન્ને ટીમ ૩૧ જીત સાથે સંયુક્ત રીતે પહેલા ક્રમે હતી. ઇંગ્લૅન્ડે આ લિસ્ટમાં ભારત પાસેથી નંબર વનનો તાજ છીનવી લીધો છે. ઇંગ્લૅન્ડ WTCના ઇતિહાસમાં ૬૦ પ્લસ ટેસ્ટ-મૅચ રમનારી એક માત્ર ટીમ છે. કુલ ૬૪ મૅચમાંથી આ ટીમને ૩૨ મૅચમાં જીત અને ૨૪ મૅચમાં હાર મળી છે, જ્યારે ૮ ટેસ્ટ-મૅચ ડ્રૉ રહી છે.
ADVERTISEMENT
વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં સૌથી વધુ મૅચ જીતનાર ટીમ
ઇંગ્લૅન્ડ ૬૪ મૅચમાં ૩૨ જીત
ભારત ૫૩ મૅચમાં ૩૧ જીત
આૅસ્ટ્રેલિયા ૪૮ મૅચમાં ૨૯ જીત
સાઉથ આફ્રિકા ૩૮ મૅચમાં ૧૯ જીત
ન્યુ ઝીલૅન્ડ ૩૮ મૅચમાં ૧૮ જીત


