ક્રિકેટર્સ અને ફુટબૉલર્સ વચ્ચેની આ અવિશ્વસનીય મુલાકાતના ફોટો સોશ્યલ મીડિયા પર પોસ્ટ થતાંની સાથે જબરદસ્ત વાઇરલ થયા હતા.
એક ફ્રેમમાં ભારતીય ટીમ અને મૅન્ચેસ્ટર યુનાઇટેડના કોચ, પ્લેયર્સ અને સપોર્ટ સ્ટાફ.
શનિવારે ચોથી ટેસ્ટ-મૅચ માટે મૅન્ચેસ્ટર પહોંચેલી ભારતીય ટીમે ગઈ કાલે મૅન્ચેસ્ટર યુનાઇટેડ ફુટબૉલ ક્લબ સાથે એક યાદગાર મુલાકાત કરી હતી.

ADVERTISEMENT
ટીમ ઇન્ડિયાના કોચ ગૌતમ ગંભીર અને મૅન્ચેસ્ટર યુનાઇટેડના કોચ રૂબેન ઍમોરિમ.

ભારતનો કૅપ્ટન શુભમન ગિલ અને વાઇસ-કૅપ્ટન રિષભ પંત ફુટબૉલ ટીમના કૅપ્ટન બ્રુનો ફર્નાન્ડિસ સાથે. પંતે બ્રુનોને ઑટોગ્રાફવાળી બૅટ ગિફ્ટ કરી.

ક્રિકેટર્સ અને ફુટબૉલર્સ વચ્ચેની આ અવિશ્વસનીય મુલાકાતના ફોટો સોશ્યલ મીડિયા પર પોસ્ટ થતાંની સાથે જબરદસ્ત વાઇરલ થયા હતા.

ક્રિકેટર્સ ગોલપોસ્ટમાં ગોલ કરતા અને ફુટબૉલર્સ બૅટિંગનો આનંદ માણતા જોવા મળ્યા.

બન્ને ટીમના પ્લેયર્સ એકબીજાની ટીમની જર્સી પહેરીને ફુટબૉલ અને ક્રિકેટ પર હાથ અજમાવતા જોવા મળ્યા હતા. આ ઇવેન્ટ-કીટ સ્પૉન્સર અડિડાસ દ્વારા આયોજિત કરવામાં આવી હતી.


