થોડા દિવસો પહેલા જ, જ્યારે રિન્કુએ ઉપના મછલીશહર (જૌનપુર) ના સાંસદ પ્રિયા સરોજ સાથે સગાઈ કરી ત્યારે ચાહકો ઉત્સાહિત હતા. આ અંગે એવી માહિતી મળી રહી છે કે આ યોજના ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર હેઠળ શરૂ કરવામાં આવી છે.
રિન્કુ સિંહ (તસવીર: X)
ભારતનો સ્ટાર ક્રિકેટર રિન્કુ સિંહ ક્રિકેટ સાથે હવે સરકારી ઑફિસરનું પદ સંભાળશે. રિન્કુ સિંહ બેઝિક એજ્યુકેશન ઓફિસર (BSA) બનવા જઈ રહ્યો હોવાના અહેવાલ છે. બેઝિક એજ્યુકેશન વિભાગે તેની નિમણૂક માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેની નિમણૂક આંતરરાષ્ટ્રીય મેડલ વિજેતા ડાયરેક્ટ રિક્રુટમેન્ટ રૂલ્સ-2022 હેઠળ કરવામાં આવશે. BSA તરીકે તેની નિમણૂકના સમાચારથી રિન્કુ સિંહના ચાહકો ખૂબ જ ખુશ થઈ ગયા છે, જેનાથી તેમને ઉજવણી કરવાનું વધુ એક કારણ મળ્યું છે. થોડા દિવસો પહેલા જ, જ્યારે રિન્કુએ ઉપના મછલીશહર (જૌનપુર) ના સાંસદ પ્રિયા સરોજ સાથે સગાઈ કરી ત્યારે ચાહકો ઉત્સાહિત હતા. આ અંગે એવી માહિતી મળી રહી છે કે આ યોજના ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર હેઠળ શરૂ કરવામાં આવી છે. જેથી રિન્કુ સિંહને યોગી સરકારની મોટી ભેટ મળી છે, એવું કહી શકાય.
સાંસદ પ્રિયા સરોજ સાથે લગ્ન કરશે
ADVERTISEMENT
તેઓ બન્ને ટૂંક સમયમાં લગ્ન કરવાના હતા અને તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી હતી. જોકે, રિન્કુ સિંહ નવેમ્બરમાં ટીમ ઈન્ડિયા સાથે એક ટુર્નામેન્ટમાં ભાગ લેવાના હોવાથી લગ્ન મુલતવી રાખવામાં આવ્યા છે. લગ્ન 18 નવેમ્બરે થવાના હતા જે મુલતવી રાખવામાં આવ્યા છે. લગ્નની તારીખ હજી સુધી નક્કી કરવામાં આવી નથી. જોકે, ફેબ્રુઆરીના અંત માટે હૉટેલ બુક કરવામાં આવી છે.
રિન્કુ સિંહ કોણ છે?
लखनऊ बड़ी खबर इंटरनेशनल क्रिकेटर रिंकू सिंह को अब शिक्षा विभाग में मिलेगा नया दायित्व योगी सरकार ने उन्हें अंतरराष्ट्रीय पदक विजेता सीधी भर्ती नियमावली-2022 के तहत जिला बेसिक शिक्षा अधिकारी (BSA) पद पर नियुक्त करने की प्रक्रिया शुरू कर दी है।#RinkuSingh #BSAAppointment pic.twitter.com/SfSHRQfxEv
— Suneel Yadav_Sp (@SunilY76719) June 25, 2025
રિન્કુ સિંહ એક ભારતીય ક્રિકેટર છે, જેણે શાહરૂખ ખાનની માલિકીની કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) માટે રમ્યા બાદ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં ખ્યાતિ મેળવી હતી. તે મૂળ ઉત્તર પ્રદેશના અલીગઢનો છે. તેનો જન્મ 12 ઑક્ટોબર, 1997 ના રોજ થયો હતો અને તેનું જીવન પડકારોથી ભરેલું રહ્યું છે. તેના પિતા એજન્સીઓ માટે ગેસ સિલિન્ડર પહોંચાડવાનું કામ કરતા હતા. બાળપણમાં, રિન્કુ તેના પિતાને કામમાં મદદ કરતો હતો. તે જ સમયે, તે ક્રિકેટનો અભ્યાસ કરતો રહ્યો અને બાદમાં IPLમાં સારું પ્રદર્શન કર્યા પછી ટીમ ઈન્ડિયાનો ભાગ બન્યો.
તાજેતરમાં રિન્કુએ સમાજવાદી પાર્ટીના સંસદ સભ્ય પ્રિયા સરોજ સાથે સગાઈ કરી. સગાઈ સમારોહ લખનઉમાં યોજાયો હતો અને સ્પોર્ટ્સ, ક્રિકેટ અને રાજકારણની ઘણી પ્રખ્યાત હસ્તીઓએ હાજરી આપી હતી. હવે, રિન્કુ સિંહને બેઝિક એજ્યુકેશન ઑફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યાના સમાચારથી તેના ચાહકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે.


