રાજસ્થાન રૉયલ્સ તરફથી IPL 2025 દરમ્યાન ફિફ્ટી ફટકાર્યા બાદ નીતીશે પોતાનાં ભાવિ બાળકો માટે સેલિબ્રેશન પણ કર્યું હતું. સાચી ઇન્ટીરિયર ડિઝાઇનર છે
નીતીશ રાણા અને પત્ની સાચી મારવાહ
દિલ્હીમાં જન્મેલો ૩૧ વર્ષનો ભારતીય ક્રિકેટર નીતીશ રાણા ટ્વિન્સ દીકરાઓનો પપ્પા બન્યો છે. તેની પત્ની સાચી મારવાહે ૧૪ જૂને બે દીકરાને જન્મ આપ્યો છે. જૂન ૨૦૧૮માં સગાઈ બાદ બન્નેએ ફેબ્રુઆરી ૨૦૧૯માં લગ્ન કર્યાં હતાં. સોશ્યલ મીડિયા કૅપ્શન પરથી જાણવા મળ્યું છે કે થોડાં વર્ષો પહેલાં આ જ તારીખે તેમણે પોતાના શરીર પર કાયમી ટૅટૂ પડાવ્યાં હતાં. રાજસ્થાન રૉયલ્સ તરફથી IPL 2025 દરમ્યાન ફિફ્ટી ફટકાર્યા બાદ નીતીશે પોતાનાં ભાવિ બાળકો માટે સેલિબ્રેશન પણ કર્યું હતું. સાચી ઇન્ટીરિયર ડિઝાઇનર છે અને કૉમેડિયન ક્રિષ્ના અભિષેકની કઝિન બહેન છે.


