ફાધર્સ ડે નિમિત્તે ગઈ કાલે અનુષ્કા શર્માએ પોતાના અને પોતાની દીકરી વામિકાના પ્રથમ પ્રેમની વાત કરી છે
અનુષ્કાએ બે ફોટો પોસ્ટ કર્યા છે જેમાં પહેલો ફોટો તેના પપ્પાનો છે અને બીજો ફોટો વામિકાએ પપ્પા વિરાટ કોહલીને લખેલા પત્રનો છે.
ફાધર્સ ડે નિમિત્તે ગઈ કાલે અનુષ્કા શર્માએ પોતાના અને પોતાની દીકરી વામિકાના પ્રથમ પ્રેમની વાત કરી છે. અનુષ્કાએ બે ફોટો પોસ્ટ કર્યા છે જેમાં પહેલો ફોટો તેના પપ્પાનો છે અને બીજો ફોટો વામિકાએ પપ્પા વિરાટ કોહલીને લખેલા પત્રનો છે. અનુષ્કાએ આ તસવીરો સાથે લખ્યું છે : મેં જેને પ્રેમ કર્યો એવા પ્રથમ પુરુષને અને અમારી દીકરીએ જેને પ્રેમ કર્યો એવા પ્રથમ પુરુષને હૅપી ફાધર્સ ડે.
વામિકાએ શું લખ્યું છે પત્રમાં?
ADVERTISEMENT
તે મારા ભાઈ જેવા દેખાય છે.
તે ફની છે.
તે મને ગલીપચી કરે છે.
હું તેમની સાથે મેકઅપ રમું છું.
હું તેમને ખૂબ પ્રેમ કરું છું અને તે મને આટલો પ્રેમ કરે છે (હાથ પહોળા)
હૅપી ફાધર્સ ડે.
- વામિકા


