મહેન્દ્ર સિંહ ધોનીને કૅપ્ટન અને વિકેટકીપર બનાવ્યો, રોહિત શર્માની કરી અવગણના
દરિયાકિનારે લૅપટૉપ પર કામ કરવાની ઍક્ટિંગ કરતો ક્રિસ ગેઇલ.
IPL ઇતિહાસની ૩૦ બૉલની ફાસ્ટેસ્ટ સેન્ચુરીનો રેકૉર્ડ ધરાવતા વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર ક્રિસ ગેઇલે પોતાની ઑલ-ટાઇમ IPL ઇલેવનની જાહેરાત કરી છે. એક ઇન્ટરવ્યુમાં પોતાની પસંદની ઑલ-ટાઇમ IPL ઇલેવનમાં તેણે પોતાના જૂના સાથી વિરાટ કોહલી સહિત સાત ભારતીયોને સ્થાન આપ્યું હતું. તેણે આ ટીમમાં સૌથી વધુ ચેન્નઈ સુપર કિંગ્સના ચાર પ્લેયર્સને સ્થાન આપી મહેન્દ્ર સિંહ ધોનીને વિકેટકીપર અને કૅપ્ટન બનાવ્યો હતો. સૌથી વધુ ૩૫૭ IPL સિક્સરનો રેકૉર્ડ ધરાવતા ગેઇલે હિટમૅન રોહિત શર્માની અવગણના કરી હતી. વેસ્ટ ઇન્ડીઝની ટીમમાંથી તેણે ભૂતપૂર્વ ઇન્ટરનૅશનલ ક્રિકેટર્સ ડ્વેઇન બ્રાવો અને સુનીલ નારાયણને સ્થાન આપ્યું હતું. જ્યારે તેને IPLના બેસ્ટ બૅટર વિશે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેણે એના જવાબમાં કહ્યું કે મારા સિવાય, વિરાટ કોહલી અને ગ્લેન મૅક્સવેલ બેસ્ટ બૅટર છે.
ક્રિસ ગેઇલની IPL ઇલેવન
ક્રિસ ગેઇલ, વિરાટ કોહલી, સુરેશ રૈના, એ.બી. ડિવિલિયર્સ, રવીન્દ્ર જાડેજા, મહેન્દ્ર સિંહ ધોની, ડ્વેઇન બ્રાવો, સુનીલ નારાયણ, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, ડેવિડ વૉર્નર (૧૨મો પ્લેયર).


