અગાઉ નાઇટક્લબ વિવાદમાં ફસાયેસો બેન સ્ટોક્સ પણ ત્યાં જોવા મળ્યો
નાઇટક્લબની બહાર બ્રાયડન કાર્સને ઘેરીને પોલીસે હાથકડી પહેરીને પૂછતાછ કરી
ઇંગ્લૅન્ડના ફાસ્ટ બોલર બ્રાયડન કાર્સનો એક ચોંકાવનારો વિડિયો વાઇરલ થયો છે. આ વિડિયોમાં ડર્બીની એક નાઇટક્લબની બહાર પોલીસે તેને હાથકડી પહેરાવી હતી. આ વિડિયો મામલે ઇંગ્લૅન્ડ ઍન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે આ ઘટનાની તપાસ શરૂ કરી છે.
વાઇરલ વિડિયોમાં બ્રાયડન કાર્સ ક્લબની બહાર પોલીસ અધિકારીઓથી ઘેરાયેલા હતો. ઇંગ્લૅન્ડના તેના સાથી ખેલાડીઓ મૅથ્યુ પોટ્સ અને ભૂતપૂર્વ કૅપ્ટન બેન સ્ટોક્સ એ સમયે નાઇટક્લબમાંથી નીકળતા જોવા મળ્યા હતા. આ ઘટના કેમ બની અને કેમ હાથકડી પહેરાવવામાં આવી એનું કારણ સ્પષ્ટ નથી.
૩૧ વર્ષનો બ્રાયડન કાર્સ પાકિસ્તાન સામેની લીડ્સ ટેસ્ટ-મૅચનો ભાગ નહોતો. કાઉન્ટી ચૅમ્પિયનશિપમાં ડરહામ માટે રમવા માટે તેને ક્રિકેટ બોર્ડે મંજૂરી આપી હતી. ટીમની જીત બાદ આ ખેલાડીઓ નાઇટક્લબમાં ઉજવણી કરવા આવ્યા હતા. બ્રાયડન કાર્સને પછીથી છોડી દેવામાં આવ્યો હતો એવા પણ અહેવાલ મળી રહ્યા છે.
