Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહારાષ્ટ્રના ખેલાડીઓ માટે ઇનામી પુરસ્કારોમાં કૅબિનેટે કર્યો મોટો વધારો

મહારાષ્ટ્રના ખેલાડીઓ માટે ઇનામી પુરસ્કારોમાં કૅબિનેટે કર્યો મોટો વધારો

Published : 25 August, 2026 07:30 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ જીતનારા ખેલાડીઓ અને કોચને પણ આનો લાભ મળશે

દેવેન્દ્ર ફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસ


મહારાષ્ટ્રની કૅબિનેટે સોમવારે રમતગમતના ક્ષેત્રે રાજ્યનું નામ રોશન કરનારા ખેલાડીઓ માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં મળેલી કૅબિનેટની બેઠકમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ, ખેલો ઇન્ડિયા તથા પૅરા-સ્પોર્ટ્‍સ ઇવેન્ટ્સમાં મેડલ જીતનારા ખેલાડીઓની રોકડ ઇનામી રકમમાં વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત ખેલાડીના પ્રમાણપત્રના આધારે તેના કોચને પણ વિજેતા ખેલાડીને મળનારી ઇનામી રકમના ૧૦ ટકા રકમ આપવામાં આવશે.

સુધારેલી સ્કીમ મુજબ નૅશનલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડીને હવે પાંચ લાખને બદલે ૭ લાખ, સિલ્વર મેડલ માટે ૩ લાખને બદલે પાંચ લાખ અને બ્રૉન્ઝ મેડલ માટે ૧.૫ લાખને બદલે ૩ લાખ રૂપિયાનો પુરસ્કાર મળશે. એ જ રીતે ખેલો ઇન્ડિયાના વિજેતાઓને અનુક્રમે ૩ લાખ (ગોલ્ડ), બે લાખ (સિલ્વર) અને એક લાખ (બ્રૉન્ઝ) રૂપિયા આપવામાં આવશે. વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સના ગોલ્ડ, સિલ્વર અને બ્રૉન્ઝ મેડલ વિજેતાઓને અનુક્રમે ૧૦ લાખ, ૭ લાખ અને પાંચ લાખ રૂપિયા મળશે.



કૅબિનેટે યુથ ઑલિમ્પિક્સ અને યુથ પૅરાલિમ્પિક્સના પુરસ્કારોમાં પણ મોટો વધારો કર્યો છે. એમાં ગોલ્ડ મેડલની રકમ ૫૦ લાખ, સિલ્વરની રકમ ૧૫ લાખથી વધારીને ૩૦ લાખ અને બ્રૉન્ઝની રકમ ૭.૫ લાખથી વધારીને ૨૦ લાખ રૂપિયા કરવામાં આવી છે.


આ નવી નીતિ હેઠળ પસંદગીની ટેનિસ, બૅડ્‍મિન્ટન અને હૉકી સ્પર્ધાઓને પણ આવરી લેવામાં આવશે, જેમાં ૪ ગ્રૅન્ડ સ્લેમ ટેનિસ ટુર્નામેન્ટમાંથી કોઈ પણ ટાઇટલ જીતનાર ખેલાડીને ૩ કરોડ અને રનર-અપને બે કરોડ રૂપિયાનો રોકડ પુરસ્કાર આપવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

25 August, 2026 07:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK