લીડ્સ ટેસ્ટમાં ઇંગ્લૅન્ડ સામે ત્રણ દિવસમાં હાર્યા બાદ પાકિસ્તાન વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપના પૉઇન્ટ ટેબલમાં નવ ટીમોમાં સૌથી નીચે પહોંચી ગયું છે.
ઇંગ્લૅન્ડ સામે હાર્યા પછી પાકિસ્તાન વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં તળિયાની ટીમ બની
લીડ્સમાં આયોજિત ત્રણ ટેસ્ટ-મૅચની સિરીઝની પહેલી મૅચમાં ઇંગ્લૅન્ડ સામે હારને કારણે પાકિસ્તાનને મોટો ફટકો પડ્યો છે. ત્રણ દિવસમાં ટેસ્ટ-મૅચ હારનાર પાકિસ્તાન વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલની રેસમાં નવ ટીમો વચ્ચે તળિયાની ટીમ બની ગઈ છે.
ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-મૅચ પહેલાં પાકિસ્તાન ૬ મૅચમાં માત્ર બે જીત સાથે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ પૉઇન્ટ ટેબલમાં ૨૨.૨૨ની પૉઇન્ટ ટકાવારી સાથે આઠમા ક્રમે હતું. આ હારને કારણે પાકિસ્તાન હવે સાત મૅચમાં પાંચ હારને કારણે ૧૯.૦૫ની પૉઇન્ટ ટકાવારી સાથે સૌથી તળિયે ખસકી ગઈ છે.
ઇંગ્લૅન્ડ સામેની સિરીઝ શરૂ થઈ એ પહેલાં પાકિસ્તાનને બાકીની સાતેય ટેસ્ટ-મૅચમાં જીત અથવા ૬ જીત અને એક ડ્રૉ મૅચની જરૂર હતી. જોકે આ હારને કારણે પાકિસ્તાનની ફાઇનલ સુધી પહોંચવાની રાહ વધુ મુશ્કેલ બની ગઈ છે.
