Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બીજી ટેસ્ટ-મૅચમાં ન્યુ ઝીલૅન્ડે ૪૬૩ રનનો ટાર્ગેટ આપ્યો ઇંગ્લૅન્ડને, ૧૩ રનમાં બે વિકેટ પડી ગઈ અંગ્રેજોની

બીજી ટેસ્ટ-મૅચમાં ન્યુ ઝીલૅન્ડે ૪૬૩ રનનો ટાર્ગેટ આપ્યો ઇંગ્લૅન્ડને, ૧૩ રનમાં બે વિકેટ પડી ગઈ અંગ્રેજોની

Published : 21 June, 2026 02:23 PM | IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇંગ્લૅન્ડના ટેસ્ટ-કૅપ્ટન બેન સ્ટોક્સે હાલમાં કાઉન્ટી ચૅમ્પિયનશિપની મૅચ રમવાની શરૂઆત કરી છે. નાઇટક્લબ વિવાદને કારણે ન્યુ ઝીલૅન્ડ સામેની બીજી ટેસ્ટ-મૅચમાંથી બહાર થયેલા આ ઑલરાઉન્ડરે શાનદાર પ્રદર્શન કર્યું છે.

બેન સ્ટોક્સ પાંચમા ક્રમે બૅટિંગ કરીને ૯૫ રન કરીને બોલ્ડ થયો હતો અને હેન્રી નિકોલ્સે ટેસ્ટ-કરીઅરની ૧૧મી સદી ફટકારી હતી.

બેન સ્ટોક્સ પાંચમા ક્રમે બૅટિંગ કરીને ૯૫ રન કરીને બોલ્ડ થયો હતો અને હેન્રી નિકોલ્સે ટેસ્ટ-કરીઅરની ૧૧મી સદી ફટકારી હતી.


લંડનના કેનિંગ્ટન ઓવલમાં આજે ન્યુ ઝીલૅન્ડ અને ઇંગ્લૅન્ડ વચ્ચે બીજી ટેસ્ટ-મૅચના અંતિમ દિવસની રમત રમાશે. પહેલી ઇનિંગ્સમાં ૩૯૧ રન કરનાર ન્યુ ઝીલૅન્ડે ગઈ કાલે બીજી ઇનિંગ્સમાં ૮૭.૧ ઓવરમાં ૩૬૨-૧૦નો સ્કોર કરીને ૪૬૩ રનનો ટાર્ગેટ સેટ કર્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ૨૯૧ રન કરનાર યજમાન ટીમ ઇંગ્લૅન્ડે ગઈ કાલે ૪ ઓવરમાં ૧૩ રનના સ્કોર પર બે વિકેટ ગુમાવી હતી. 

ન્યુ ઝીલૅન્ડે ૫૭મી ઓવરમાં ૨૫૨-૩ના સ્કોર સાથે બીજી ઇનિંગ્સને આગળ વધારી હતી. કિવી ટીમ માટે હેન્રી નિકોલ્સે ૧૭૧ બૉલમાં ૧૨૧ રન, રચિન રવીન્દ્રએ ૯૯ બૉલમાં ૭૬ રન અને ડૅરિસ મિચલે ૧૦૮ બૉલમાં ૬૮ રન કર્યા હતા. અંગ્રેજ ટીમ માટે ફાસ્ટ બોલર્સ મૅથ્યુ ફિશર અને જોફ્રા આર્ચરે ૩-૩ વિકેટ લીધી હતી.

ઇંગ્લૅન્ડના ટેસ્ટ-કૅપ્ટન બેન સ્ટોક્સે હાલમાં કાઉન્ટી ચૅમ્પિયનશિપની મૅચ રમવાની શરૂઆત કરી છે. નાઇટક્લબ વિવાદને કારણે ન્યુ ઝીલૅન્ડ સામેની બીજી ટેસ્ટ-મૅચમાંથી બહાર થયેલા આ ઑલરાઉન્ડરે શાનદાર પ્રદર્શન કર્યું છે.

નૉર્થેમ્પ્ટનશર ૪૫૦ રને ઑલઆઉટ થયું ત્યારે બેન સ્ટોક્સે ફાસ્ટ બોલર તરીકે પચીસ ઓવરમાં ૮૦ રન આપીને એક વિકેટ લીધી હતી. ડરહમ ક્લબ માટે બેન સ્ટોક્સ પાંચમા ક્રમે બૅટિંગ કરીને ૧૮ ફોરની મદદથી ૧૧૮ બૉલમાં ૯૫ રન કરીને બોલ્ડ થયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

21 June, 2026 02:23 PM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK