Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > થ્રી ઇડિયટ્સની સીક્વલમાં વિકી કૌશલ નહીં હોય

થ્રી ઇડિયટ્સની સીક્વલમાં વિકી કૌશલ નહીં હોય

Published : 21 June, 2026 03:27 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિલ્મના ડિરેક્ટર રાજકુમાર હિરાણીએ સ્પષ્ટતા કરીને તમામ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું

રાજકુમાર હિરાણી

રાજકુમાર હિરાણી


ફિલ્મમેકર રાજકુમાર હિરાણીએ સ્વીકાર્યું છે કે તેની બ્લૉકબસ્ટર ફિલ્મ ‘થ્રી ઇડિયટ્સ’ની સીક્વલ બની રહી છે અને એમાં ફરહાન, રૅન્ચો અને રાજુની મિડલાઇફ ક્રાઇસિસને દર્શાવવામાં આવશે. થોડા સમય પહેલાં રિપોર્ટ હતા કે આ સીક્વલમાં ‘ફોર્થ ઇડિયટ’ની એન્ટ્રી થવાની છે અને આ રોલ વિકી કૌશલ ભજવશે. જોકે હવે રાજકુમાર હિરાણીએ સ્પષ્ટતા કરી દીધી છે કે ‘થ્રી ઇડિયટ્સ’ની સીક્વલમાં વિકી કૌશલનો કોઈ રોલ નથી. આ મામલે વાત કરતાં રાજકુમાર હિરાણીએ કહ્યું હતું કે ‘મને પણ ખબર પડી છે કે ફિલ્મનું નામ ‘ફોર ઇડિયટ્સ’ રાખવામાં આવશે, પણ આ નામ મેં નથી રાખ્યું, ક્યાંક મીડિયાએ આપ્યું છે. સાચું કહું તો ફિલ્મમાં કોઈ ‘ફોર્થ ઇડિયટ’ નથી અને એની વાર્તા ૨૦ વર્ષ આગળની છે. અમે હજુ પણ લેખનપ્રક્રિયામાં છીએ અને ‘થ્રી ઇડિયટ્સ’ની સીક્વલને લઈને ખૂબ જ ઉત્સાહિત છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

21 June, 2026 03:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK