Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારત-પાકિસ્તાનની મૅચમાં ભારતના સ્ટાર વિરાટ કોહલી-રોહિત શર્માની ગેરહાજરીને લીધે ટિકિટના વેચાણમાં ક્રેઝ ઘટ્યો?

ભારત-પાકિસ્તાનની મૅચમાં ભારતના સ્ટાર વિરાટ કોહલી-રોહિત શર્માની ગેરહાજરીને લીધે ટિકિટના વેચાણમાં ક્રેઝ ઘટ્યો?

Published : 12 September, 2025 09:58 AM | IST | Abu Dhabi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

T20 વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ રોહિત અને વિરાટ કોહલીએ ઇન્ટરનૅશનલ ક્રિકેટના આ ફૉર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી

UAE-ભારતની મૅચ દરમ્યાન ક્રિકેટ ફૅન્સના હાથમાં જોવા મળ્યું હતું આ ઇમોશનલ પોસ્ટર

UAE-ભારતની મૅચ દરમ્યાન ક્રિકેટ ફૅન્સના હાથમાં જોવા મળ્યું હતું આ ઇમોશનલ પોસ્ટર


ભારત-પાકિસ્તાનની મૅચને લઈને દુબઈ ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમની ટિકિટના વેચાણમાં કોઈ નોંધપાત્ર વધારો જોવા નથી મળ્યો. યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ના ક્રિકેટ બોર્ડના એક અધિકારીએ કહ્યું હતું કે ‘અમને આશ્ચર્ય થાય છે કે આ મૅચ માટે ટિકિટનું વેચાણ ખૂબ ઓછું છે. નીચલા સ્ટૅન્ડની ટિકિટો વેચાઈ ગઈ હતી, પરંતુ ઉપલા અને ઉચ્ચ સ્તરનાં સ્ટૅન્ડ હજી પણ વેચાણ માટે ઉપલબ્ધ છે. વન-ડે ફૉર્મેટની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારત-પાકિસ્તાન મૅચ માટે એક જ દિવસમાં બે વખત ટિકિટનું વેચાણ થયું હતું. જેમ કે અમે બપોરે બે વાગ્યે અને ચાર વાગ્યે ટિકિટ-વિન્ડો ખોલી હતી અને એ સમયે ટિકિટો ફક્ત ૪ મિનિટથી ઓછા સમયમાં વેચાઈ ગઈ હતી. જોકે આ વખતે ટિકિટ-વેચાણનો ક્રેઝ ખૂબ ઓછો છે, કદાચ રોહિત અને વિરાટની ગેરહાજરીને કારણે આવું થયું હશે.’

T20 વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ રોહિત અને વિરાટ કોહલીએ ઇન્ટરનૅશનલ ક્રિકેટના આ ફૉર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

12 September, 2025 09:58 AM IST | Abu Dhabi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK