BCCIના દ્વારા વાર્ષિક અવૉર્ડ સમારોહમાં મધ્ય પ્રદેશના ઇન્દોરમાં જન્મેલા ૩૮ વર્ષના અક્ષય ટોટ્રેને ડોમેસ્ટિક ક્રિકેટમાં શ્રેષ્ઠ અમ્પાયર જાહેર કરવામાં આવ્યો હતો
અક્ષય ટોટ્રે
BCCIના દ્વારા વાર્ષિક અવૉર્ડ સમારોહમાં મધ્ય પ્રદેશના ઇન્દોરમાં જન્મેલા ૩૮ વર્ષના અક્ષય ટોટ્રેને ડોમેસ્ટિક ક્રિકેટમાં શ્રેષ્ઠ અમ્પાયર જાહેર કરવામાં આવ્યો હતો. તે આ અવૉર્ડ સમારોહમાં હાજર નહોતો રહી શક્યો, પણ સોશ્યલ મીડિયા પર તેના જૂના ફોટો ખૂબ વાઇરલ થયા છે. ૨૦૨૩માં વન-ડે વર્લ્ડ કપની પ્રૅક્ટિસ-મૅચ દરમ્યાન અમ્પાયરિંગ કરતા અક્ષય ટોટ્રેનો ફોટો વાઇરલ થયો હતો, કારણ કે તેનો ચહેરો મુંબઈના સ્ટાર બૅટર શ્રેયસ ઐયર જેવો જ દેખાય છે. તેણે પોતાની કરીઅરમાં ૩૨ ફર્સ્ટ-ક્લાસ અને ૪૫ લિસ્ટ A મૅચોમાં અમ્પાયરિંગ કર્યું છે.

