Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બ્લુ અજાયબી : મેક્સિકોમાં શોધાયો વિશ્વનો સૌથી ઊંડો અન્ડરવૉટર હોલ

બ્લુ અજાયબી : મેક્સિકોમાં શોધાયો વિશ્વનો સૌથી ઊંડો અન્ડરવૉટર હોલ

02 May, 2024 09:52 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ હોલ વિવિધ દરિયાઈ જીવો અને વનસ્પતિઓનું રહેઠાણ કહેવાય છે જેની હજી સુધી શોધ થઈ શકી નથી.

અન્ડરવૉટર સિન્કહોલની તસવીર

અજબ ગજબ

અન્ડરવૉટર સિન્કહોલની તસવીર


૨૦૨૧માં મેક્સિકોના ચેટુમલ બેમાં સંશોધકોએ એક અન્ડરવૉટર સિન્કહોલ શોધ્યો હતો જે વિશ્વનો સૌથી ઊંડો બ્લુ હોલ છે. ‘તામ જા’ બ્લુ હોલ મેક્સિકોના યુકાટન પેનિન્સુલાના દક્ષિણપૂર્વ કિનારે આવેલો છે જે દરિયાની સપાટીથી ૧૩૮૦ ફુટ કે ૪૨૦ મીટર ઊંડો છે. ૨૦૨૧માં બ્લુ હોલ શોધાયો ત્યારે એની ઊંડાઈ ૪૮૦ ફુટ ઓછી નોંધાઈ હતી એટલે સૌથી ઊંડા બ્લુ હોલનો રેકૉર્ડ દક્ષિણ ચીન સમુદ્રના સાંશા યૉન્ગ્લે બ્લુ હોલના નામે હતો. ‘તામ જા’ સિન્કહોલની ઊંડાઈ એના કરતાં ૩૯૦ ફુટ વધારે છે. વૈજ્ઞાનિકોએ તામ જાની ઊંડાઈ જોઈને આ સિન્કહોલમાં ગુફાઓ અને ટનલનું જટિલ અને ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક હોવાની સંભાવના વ્યક્ત કરી હતી. આ હોલ વિવિધ દરિયાઈ જીવો અને વનસ્પતિઓનું રહેઠાણ કહેવાય છે જેની હજી સુધી શોધ થઈ શકી નથી.


Whatsapp-channel Whatsapp-channel

02 May, 2024 09:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK