Woman wins Lottery with help of ChatGPT: AI નો વ્યાપ દિવસેને દિવસે વિસ્તરી રહ્યો છે. મિડલોથિયન રહેવાસી કેરી એડવર્ડ્સે વર્જિનિયા લૉટરી પાવરબૉલ રમતી વખતે ChatGPT પાસે તેના નંબરો માગ્યા. નસીબ જોગે, તે જ નંબરની લૉટરી લાગી અને તે જીતી ગઈ.
કેરી એડવર્ડ્સ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો વ્યાપ દિવસેને દિવસે વિસ્તરી રહ્યો છે. કૉર્પોરેટ કામથી લઈને રોજિંદા જીવનમાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે. હવે દરેક પ્રશ્નના જવાબ શોધવા માટે AI ચેટબોટ્સનો ઉપયોગ થાય છે. પરંતુ શું તમે કલ્પના કરી શકો છો કે કોઈ AI બોટ તમને વિજેતા લૉટરી નંબરો કહે? આવું જ કંઈક અમેરિકાના વર્જિનિયાના મિડલોથિયન શહેરમાં બન્યું.
ChatGPT દ્વારા પસંદ કરાયેલા લૉટરી નંબરો
મિડલોથિયન રહેવાસી કેરી એડવર્ડ્સે વર્જિનિયા લૉટરી પાવરબૉલ રમતી વખતે ChatGPT પાસે તેના નંબરો માગ્યા. નસીબ જોગે, તે જ નંબરની લૉટરી લાગી અને તે જીતી ગઈ. ચાર વધુ પાવરબૉલ નંબરો મેળ ખાતા થયા, અને તેને 50,000 ડૉલરનું ઇનામ મળ્યું. તેણે "પાવર પ્લે" વિકલ્પ પસંદ કર્યો ત્યારથી, તેનું ઇનામ વધીને 150,000 ડૉલર અથવા આશરે 1.32 કરોડ રૂપિયા થઈ ગયું.
ADVERTISEMENT
મીટિંગમાં સરપ્રાઈઝ મળી
અહેવાલ મુજબ, એડવર્ડ્સે કહ્યું કે લૉટરી ટિકિટ ખરીદ્યાના બે દિવસ પછી, તે એક મીટિંગમાં હતી ત્યારે તેના ફોન પર એક મેસેજ આવ્યો, "કૃપા કરીને તમારું ઇનામ કલેક્ટ કરો." શરૂઆતમાં, તેને લાગ્યું કે તે એક સ્કેમ છે. પરંતુ જ્યારે તેણે તપાસ કરી, ત્યારે સમાચાર સાચા નીકળ્યા.
આખું ઇનામ દાનમાં આપ્યું
સૌથી નોંધપાત્ર વાત એ છે કે, એડવર્ડ્સે તેના સંપૂર્ણ ઇનામના પૈસા દાનમાં આપવાનો પોતાનો ઇરાદો જાહેર કર્યો. તેણે જણાવ્યું કે આ પૈસા ત્રણ સંસ્થાઓને દાનમાં આપવામાં આવશે: એસોસિએશન ફોર ફ્રન્ટોટેમ્પોરલ ડિજનરેશન (AFTD) જે તેના પતિને મારનાર રોગના સંશોધન માટે કામ કરે છે; શાલોમ ફાર્મ્સ, જે `વર્લ્ડ હંગર` સામે લડે છે; અને નેવી-મરીન કોર્પ્સ રિલીફ સોસાયટી, જે યુએસ લશ્કરી કર્મચારીઓ અને તેમના પરિવારોને મદદ કરે છે.
"આ આશીર્વાદ મારા હાથમાં આવતાની સાથે જ મને ખબર પડી ગઈ કે તેનું શું કરવું. મેં બધું દાન કરવાનું નક્કી કર્યું. હું ઈચ્છું છું કે લોકો આ આશીર્વાદ પ્રાપ્ત કરે ત્યારે તેઓ બીજાઓને મદદ કરે," એડવર્ડ્સે કહ્યું.
કેરીએ લૉટરી કેવી રીતે જીતી?
એડવર્ડ્સે કહ્યું કે જ્યારે તેણે તેની ટિકિટ ખરીદી, ત્યારે તેણે ચેટજીપીટીને "ટૉક ટુ મી" અને તેને ટિકિટ નંબરો આપવા કહ્યું. "મેં કહ્યું, `ચેટજીપીટી, મારી સાથે વાત કરો... શું તારી પાસે મારા માટે નંબરો છે?`" તેણે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન યાદ કર્યું. "પછી બે દિવસ પછી, તેને તેના ફોન પર તેના ઇનામ ક્લેક્ટ કરવા માટે એક મેસેજ મળ્યો. શરૂઆતમાં, તેને લાગ્યું કે તે એક સ્કેમ છે. "મેં વિચાર્યું, `મને ખબર છે કે હું જીતી શક્તિ નથી.`" પરંતુ તેને ટૂંક સમયમાં સમજાયું કે એઆઈ દ્વારા દોરવામાં આવેલા નંબરોએ તેને છ આંકડાની રકમ રકમ મળી.


