Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > લિવિંગરૂમ, બેડરૂમ અને બાથટબ ધરાવતો આ ટૅન્ટ લક્ઝરી ફ્લૅટથી કમ નથી

લિવિંગરૂમ, બેડરૂમ અને બાથટબ ધરાવતો આ ટૅન્ટ લક્ઝરી ફ્લૅટથી કમ નથી

08 June, 2024 10:36 AM IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તમામ લક્ઝરી ઉપરાંત આ ટેન્ટની ખાસિયત એ છે કે એની ઉપર અને આજુબાજુ સીધો કુદરતી નઝારો દેખાય છે

લક્ઝરી ટૅન્ટ

અજબગજબ

લક્ઝરી ટૅન્ટ


સામાન્ય રીતે ટેન્ટમાં રહેવાને લક્ઝરી નહીં, પણ ઍડ્વેન્ચર માનવામાં આવે છે. જોકે સોશ્યલ મીડિયા પર જે ટેન્ટની તસવીરો વાઇરલ થઈ છે એને જોતાં એ કોઈ લક્ઝરી ઘર લાગી રહ્યું છે. બ્લૅકપૂલ લેડ નામના ફેસબુક-પેજ પર આ ટેન્ટના અદ્ભુત ફોટો શૅર કરવામાં આવ્યા છે જેમાં લિવિંગરૂમ, બાથરૂમ, બેડરૂમ અને લૉબી પણ છે. ટેન્ટમાં પ્રવેશતાં જ એક નાનકડી જગ્યામાં ખુરસી-ટેબલ ગોઠવેલાં દેખાય છે. એની સામેની બાજુએ ત્રણ ભાગ પાડીને નાનકડા બેડરૂમ બનાવવામાં આવ્યા છે.





આ પોર્ટેબલ હાઉસમાં બાથરૂમ અને કિડ્ઝરૂમ પણ છે. એક ફોટોમાં નાનકડો પૂલ પણ છે જેમાં વૉશ બેસિન અને અન્ય સાધનો ગોઠવવામાં આવ્યાં છે. જોકે તમામ લક્ઝરી ઉપરાંત આ ટેન્ટની ખાસિયત એ છે કે એની ઉપર અને આજુબાજુ સીધો કુદરતી નઝારો દેખાય છે. આ તંબુની અંદરની વ્યવસ્થા જોઈને કોઈ પણ એવું કહેશે કે આવા ટેન્ટ માટે તો હું પણ કૅમ્પિંગ કરી લઈશ.


Whatsapp-channel Whatsapp-channel

08 June, 2024 10:36 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK