Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બૉયફ્રેન્ડ સાથે લગ્ન કરવાની જિદ્દમાં યુવતી મોબાઇલ ટાવર પર ચડી ગઈ

બૉયફ્રેન્ડ સાથે લગ્ન કરવાની જિદ્દમાં યુવતી મોબાઇલ ટાવર પર ચડી ગઈ

Published : 29 April, 2026 03:00 PM | IST | Azamgarh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સોશ્યલ મીડિયા પરની રીલને ખૂબબધા વધુ વ્યુઝ મળ્યા અને ટાવર પાસે સેંકડો લોકો ભેગા થઈ ગયા

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

અજબ ગજબ

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


ઉત્તર પ્રદેશના આઝમગઢ પાસે છપરા ગામમાં રહેતી ૨૮ વર્ષની અંજલિ રાજભર છેલ્લાં ત્રણ વર્ષથી અજય માંઝી નામના યુવક સાથે સંબંધમાં હતી. અજયના પરિવારજનોને જ્યારે આ સંબંધ વિશે ખબર પડી તો તેમણે લગ્નની ના પાડી દીધી. તેમણે તો એટલે સુધી કહી દીધું કે જો અજય આ છોકરી સાથે લગ્ન કરશે તો તેણે પરિવાર સાથે સંબંધ તોડી નાખવો પડશે. એને કારણે અજયે અંજલિ સાથે વાત કરવાનું અને મળવાનું બંધ કરી દીધું. બૉયફ્રેન્ડ હિંમત હારી બેઠો એટલે નારાજ થયેલી અંજલિ છપરા પહોંચી ગઈ અને લગભગ ૨૦૦ ફુટ ઊંચા મોબાઇલ ટાવર પર ચડી ગઈ. ત્યાંથી તેણે રીલ બનાવી અને સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી. રીલમાં તેણે કહેલું કે જો અજય સાથે લગ્ન ન થયાં તો તે અહીંથી કૂદીને જીવ આપી દેશે. તેણે પહેલાં એક સુસાઇડ-નોટ પણ લખી હતી, જેમાં તેણે પોતાના મૃત્યુ માટે અજય અને તેના પરિવારજનોને જવાબદાર ગણાવ્યા હતા. સોશ્યલ મીડિયા પર મૂકેલી રીલ થોડા જ કલાકોમાં વાઇરલ થઈ ગઈ. લોકો તેને ૬ કલાક સુધી સમજાવતા રહ્યા, પણ કન્યા માની જ નહીં. સોશ્યલ મીડિયા પરની રીલને ખૂબબધા વધુ વ્યુઝ મળ્યા અને ટાવર પાસે સેંકડો લોકો ભેગા થઈ ગયા. આખરે પોલીસ અને ફાયર-બ્રિગેડની ટીમે તેને ઉપર ચડીને પાણી પિવડાવ્યું અને સુરક્ષિત રીતે નીચે ઉતારી હતી. જોકે આ તાયફા પછી હજી પણ અજય લગ્ન માટે તૈયાર થયો નહોતો.


Whatsapp-channel Whatsapp-channel

29 April, 2026 03:00 PM IST | Azamgarh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK