Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > લગ્નની ના પાડી તો છોકરીના ઘરને આગ લગાડી દીધી

લગ્નની ના પાડી તો છોકરીના ઘરને આગ લગાડી દીધી

Published : 29 April, 2026 11:41 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

થાણેમાં એકતરફી પ્રેમમાં યુવાનનું ઝનૂની કૃત્ય : મમ્મી, બહેન અને ફઈને લઈને પહોંચેલા પાગલ પ્રેમીએ યુવતીને અને તેના પપ્પાને માર્યાં અને પછી ઘરના દરવાજા પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી

વિદ્યાર્થિનીના ઘરને આગ ચાંપી દેવાઈ હતી

વિદ્યાર્થિનીના ઘરને આગ ચાંપી દેવાઈ હતી


થાણેના વાગળે એસ્ટેટમાં આવેલા અંબિકાનગરમાં ‌રવિવારે એક ચોંકાવનારી ઘટના બની હતી જેમાં લગ્ન માટે ઇનકાર કરતાં ગુસ્સે ભરાયેલા યુવકે ૨૦ વર્ષની વિદ્યાર્થિનીના ઘરને આગ ચાંપી દીધી હતી. આ મામલે વાગળે એસ્ટેટ પોલીસે ૨૫ વર્ષના યશ જાધવ સહિત તેના પરિવારની ત્રણ મહિલાઓની ધરપકડ કરી છે. યુવતીએ વાતચીત બંધ કરી દેતાં ઉશ્કેરાયેલા આરોપીએ શરૂઆતમાં યુવતીના ઘરની નીચે આવીને ગાળો ભાંડી હતી અને ત્યાર બાદ ઘરના દરવાજા પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી. જોકે આસપાસના લોકોએ તાત્કાલિક ભેગા થઈને આગ બુઝાવી દીધી હતી. ફરિયાદીના પરિવારજનો મૂળ ઉત્તર પ્રદેશના હોવાથી આ ઘટના બાદ ગભરાઈને મુંબઈ છોડીને પોતાના વતન ચાલી ગયા છે.

વિદ્યાર્થિનીના પપ્પાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘યશ છેલ્લા કેટલાક સમયથી મારી દીકરીને પરેશાન કરી રહ્યો હતો. યશ લગ્ન માટે મારી દીકરી પર જાન્યુઆરીથી દબાણ કરી રહ્યો હતો અને સતત તેનો પીછો કરતો હતો. મારી દીકરીએ તેને અનેક વાર સ્પષ્ટપણે ઇનકાર કર્યો હોવા છતાં તે સતત હેરાન કરતો રહ્યો. રવિવારે સાંજે યશ તેની મમ્મી મીના, બહેન મયૂરી અને ફઈ સોનલ સાથે મારા ઘર નીચે આવ્યો હતો. તેણે મારી દીકરીને નીચે બોલાવીને ‘તૂને મુઝે શાદી કો ક્યું ના બોલા’ કહીને ગાળો બોલવા માંડ્યો અને તેને મારવા માંડ્યો હતો. મારી સામે મારી દીકરીની મારઝૂડ થતી હોવાથી તેને છોડાવવા માટે હું વચ્ચે પડ્યો તો યશ અને તેની સાથે રહેલા લોકોએ મને પણ માર્યો હતો એટલું જ નહીં, એ પછી યશે પેટ્રોલની બૉટલ મારા ઘરના દરવાજા પર છાંટીને આગ લગાડી દીધી હતી. આ ઘટનામાં મારા પરિવારજનોને પણ એ લોકોએ ખૂબ માર માર્યો છે. આ ઘટના બાદ અમે મુંબઈ છોડીને પાછા ઉત્તર પ્રદેશ આવી ગયા છીએ.’



વાગળે એસ્ટેટ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કેસમાં અમે મુખ્ય આરોપી સહિત તેના પરિવારની ત્રણ મહિલાની ધરપકડ કરી છે. આ કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.’


Whatsapp-channel Whatsapp-channel

29 April, 2026 11:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK