લખનઉ સુપર જાયન્ટ્સના હોમગ્રાઉન્ડ એકાના સ્ટેડિયમમાં IPL મૅચ દરમ્યાન ચિયરલીડર્સનું સ્ટેજ સૌથી વિચિત્ર દેખાય છે. IPLનાં તમામ વેન્યુમાંથી માત્ર આ સ્ટેડિયમમાં જ ચિયરલીડર્સના સ્ટેજને પિંજરાની જેમ નેટથી સુરક્ષિત રાખવામાં આવે છે.
એકાના સ્ટેડિયમમાં મહિલા ચિયરલીડર્સની સલામતી માટે સ્ટેજ પર બાંધવી પડે છે નેટ
લખનઉ સુપર જાયન્ટ્સના હોમગ્રાઉન્ડ એકાના સ્ટેડિયમમાં IPL મૅચ દરમ્યાન ચિયરલીડર્સનું સ્ટેજ સૌથી વિચિત્ર દેખાય છે. IPLનાં તમામ વેન્યુમાંથી માત્ર આ સ્ટેડિયમમાં જ ચિયરલીડર્સના સ્ટેજને પિંજરાની જેમ નેટથી સુરક્ષિત રાખવામાં આવે છે.
આ પાંજરાનો ઉપયોગ કરવાનો નિર્ણય ભૂતકાળની ઘટનાઓને કારણે લેવામાં આવ્યો હતો. સ્ટૅન્ડ પાસે બેસતા ફૅન્સ મૅચ દરમ્યાન મહિલા ચિયરલીડર્સ પર બૉટલ સહિતની અન્ય
વસ્તુઓ ફેંકતા હોવાની ઘટના બનતાં ચિયરલીડર્સની સુરક્ષા માટે આવી વ્યવસ્થા કરવાની ફરજ પડી છે.