Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ‍‍પચીસ દિવસથી ગાયબ બબલી બિલાડી માટે ૫૦૦૦ રૂપિયાનું ઇનામ જાહેર થયું

‍‍પચીસ દિવસથી ગાયબ બબલી બિલાડી માટે ૫૦૦૦ રૂપિયાનું ઇનામ જાહેર થયું

Published : 16 June, 2026 11:11 AM | IST | Uttar Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લામાં એક પરિવારે પાળેલી બિલાડીને શોધવા માટે દિવસ-રાત એક કર્યાં છે.

બબલી નામની આ બિલાડી

અજબ ગજબ

બબલી નામની આ બિલાડી


ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લામાં એક પરિવારે પાળેલી બિલાડીને શોધવા માટે દિવસ-રાત એક કર્યાં છે. બબલી નામની આ બિલાડી છેલ્લાં બે વર્ષથી આ પરિવારની સાથે રહેતી હતી. એ ઘરની જ સભ્ય બની ગઈ હતી. જોકે પચીસેક દિવસ પહેલાં બિલાડી ઘરની બહાર રમતાં-રમતાં થોડેક દૂર નીકળી ગઈ હતી અને પછી પાછી જ ન આવી. એ પછી પરિવારજનોએ બબલીને શોધવા આખું ગામ ફંફોસી નાખ્યું હતું. તેમણે પોસ્ટરો લગાવીને લોકોને વિનંતી કરી હતી કે ક્યાંય બબલી દેખાય તો જાણ કરવી. એ પછી પણ પત્તો ન લાગતાં પરિવારે બબલી શોધી આપનારને ૫૦૦૦ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે એવી જાહેરાત કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

16 June, 2026 11:11 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK