Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બાંદરા-ઈસ્ટમાં ગરીબનગરના કાટમાળમાં એક અઠવાડિયાથી વારંવાર લાગી રહી છે આગ

બાંદરા-ઈસ્ટમાં ગરીબનગરના કાટમાળમાં એક અઠવાડિયાથી વારંવાર લાગી રહી છે આગ

Published : 16 June, 2026 10:05 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સખત ગરમી અને પવનને કારણે પ્લાસ્ટિકની શીટ અને ઘરવખરીનો સામાન સળગી ઊઠે છે

તસવીર : સતેજ શિંદે

તસવીર : સતેજ શિંદે


બાંદરા-ઈસ્ટમાં રવિવારે રાતે આગ ફાટી નીકળી હતી. હાલમાં જ તોડી પડાયેલા સ્ટેશન પાસેના ગેરકાયદે ગરીબનગર વિસ્તારનો ભંગાર અને કાટમાળ ટ્રકો ભરી-ભરીને એ સ્પૉટથી થોડે જ આગળ પાઇપલાઇન અને ટ્રૅક વચ્ચેની જગ્યા પર ઠાલવવામાં આવી રહ્યો છે. એ કાટમાળમાં રવિવારે રાતે આગ ફાટી નીકળી હતી. એ કાટમાળમાં લાકડું, પ્લાસ્ટિકની શીટ, તૂટેલી-ફૂટેલી ઘરવખરી, છાપરાં એમ અનેક જ્વલનશીલ વસ્તુઓ હોવાથી આગ ઝડપથી ફેલાય એવી શક્યતા હતી. જોકે એ કોઈ રેસિડેન્શિયલ વિસ્તાર નથી એટલે કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી. 
રવિવારે સાંજે લાગેલી આગ ઓલવવા ફાયર-બ્રિગેડ આવી હતી. એ આગ સોમવારે બપોરે પાછી લાગી હતી. ફાયર-ફાઇટિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ‘છેલ્લા એક અઠવાડિયામાં એ જ સ્પૉટ પર આગ લાગ્યાના ઘણાબધા ફોનકૉલ્સ મળ્યા હતા. રોજ જ ત્યાં આગ લાગે છે. સખત ગરમી અને પવનને કારણે આગ લાગતી હોવાનું જણાય છે. એ કાટમાળમાં લાકડું, પ્લાસ્ટિક અને કપડાં મોટા પ્રમાણમાં હોવાથી એ કાટમાળની ગરમીમાં વારંવાર સળગી ઊઠે છે અને આગ લાગે છે.’ 

- સાર્થક મહેતા


Whatsapp-channel Whatsapp-channel

16 June, 2026 10:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK