Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ઉત્તર પ્રદેશની આ ટૉપર ગર્લ મજાકથી વ્ય‌થિત નથી થઈ

ઉત્તર પ્રદેશની આ ટૉપર ગર્લ મજાકથી વ્ય‌થિત નથી થઈ

24 April, 2024 10:55 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રાચીના સપોર્ટમાં પણ ઘણા લોકો આવી ગયા અને તેમણે ‌ચિંતા જતાવી કે પ્રાચી જેવી યંગ છોકરી પર આવી નેગેટિવિટીની ઊંડી અસર પડી શકે છે

પ્રાચી નિગમની તસવીર

લાઇફ મસાલા

પ્રાચી નિગમની તસવીર


ઉત્તર પ્રદેશમાં દસમા ધોરણની બોર્ડ એક્ઝામમાં ૯૮.૫% મેળવીને ટૉપર બનેલી પ્રાચી નિગમની  સિદ્ધિની થવી જોઈએ એટલી વાહવાહી ન થઈ, કારણ કે પ્રાચીના લુકને કારણે સોશ્યલ મીડિયા પર આખી વાત આડે પાટે ચડી ગઈ. પ્રાચીના ચહેરા પર વાળ છે અને મૂછના ભાગમાં આ વાળ ઊડીને આંખે વળગે છે એટલે સોશ્યલ મીડિયા પર એવા પણ કેટલાક લોકો નીકળ્યા જેમણે તેની શૈક્ષણિક સિદ્ધિને બિરદાવવાને બદલે તેની મજાક ઉડાડી. જોકે એની સામે પ્રાચીના સપોર્ટમાં પણ ઘણા લોકો આવી ગયા અને તેમણે ‌ચિંતા જતાવી કે પ્રાચી જેવી યંગ છોકરી પર આવી નેગેટિવિટીની ઊંડી અસર પડી શકે છે. એન્જિનિયર બનવા માગતી પ્રાચી પોતે જોકે આ બધાથી વ્યથિત નથી થઈ અને તે બીજા સફળ સ્ટુડન્ટ‍્સને કૉન્ગ્રેચ્યુલેટ કરવામાં વ્યસ્ત છે.


Whatsapp-channel Whatsapp-channel

24 April, 2024 10:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK