વાત એમ છે કે બેનાડેટ હાયેસ નામની એક મહિલા સિવિલ એન્જિનિયરિંગ કંપનીમાં બુકકીપર તરીકે કામ કરતી હતી.
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
બ્રિટનના લીડ્સ શહેરમાં એક આઇરિશ મહિલાએ કોર્ટમાં કેસ નોંધાવ્યો હતો કે તેના બૉસ વારંવાર તેને પટેટો કહીને મજાક ઉડાવે છે જેને કારણે તેને માનસિક રીતે પ્રતાડિત ફીલ થાય છે. વાત એમ છે કે બેનાડેટ હાયેસ નામની એક મહિલા સિવિલ એન્જિનિયરિંગ કંપનીમાં બુકકીપર તરીકે કામ કરતી હતી. તેનો બૉસ મિક ઍટકિન્સ તેની આઇરિશ ઓળખને કારણે મજાક ઉડાડતો હતો. જ્યારે પણ કોઈ વાતે તે સહમત ન હોય તો મિક તેને પટેટો કહીને સંબોધતો. ક્યારેક તેને પૅડી અથવા તો સ્ટુપિડ પૅડી પણ કહેતો. જાહેરમાં બીજા સ્ટાફની હાજરીમાં પણ આવાં સંબોધનો કરતાં હોવાથી સ્ટાફ-મેમ્બરો પણ તેને હલકામાં લેવા લાગ્યા હતા. બેનાડેટે નક્કી કર્યું કે આવું મેન્ટલ હૅરૅસમેન્ટ તે સહન નહીં જ કરે. તેણે પોતાને કરવામાં આવતાં સંબોધનો માટે વિરોધ કરીને આ માટે કંપની સામે માનસિક હૅરૅસમેન્ટનું વળતર માગ્યુ હતું. એમ્પ્લૉયમેન્ટ ટ્રિબ્યુનલે પણ આવાં સંબોધનોને જાતિગત ઉત્પીડનની શ્રેણીમાં આવે છે એવું સ્વીકાર્યું હતું અને કાર્યસ્થળે અપમાનજનક શબ્દો વાપરવા માટે કંપનીને ૨૯ લાખ રૂપિયાનો દંડ ચૂકવવાનો નિર્ણય સંભળાવ્યો હતો.
