Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ન્યુ યૉર્ક સિટીમાં ઊડતી રકાબી જેવા પદાર્થે રહસ્ય પેદા કર્યું

ન્યુ યૉર્ક સિટીમાં ઊડતી રકાબી જેવા પદાર્થે રહસ્ય પેદા કર્યું

29 April, 2024 10:12 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ મહિલાએ લીધેલા વિડિયોમાં એક પલકારામાં જ ઝડપથી કોઈ અજાણ્યો પદાર્થ પસાર થઈ જતો દેખાય છે.

વાઇરલ વિડિયોની તસવીર

અજબ ગજબ

વાઇરલ વિડિયોની તસવીર


ઊડતી રકાબી એટલે કે UFO (અનઆઇડેન્ટિફાઇડ ફ્લાઇંગ ઑબ્જેક્ટ)નું રહસ્ય હજી પણ વણઊકલ્યું છે. વૈજ્ઞાનિકો આકાશમાં ઊડતા અજાણ્યા પદાર્થો અને એલિયન વિશે રિસર્ચ કરે છે, પણ આ ‘જાદુ’ની કોઈ સત્તાવાર પુષ્ટિ નથી થતી. તાજેતરમાં એક મહિલાએ ન્યુ યૉર્ક સિટીમાં પ્લેનમાંથી લીધેલા વિડિયોમાં ઊડતી રકાબી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મિશેલ રેયસ ૨૫ માર્ચે ફ્લાઇટમાં બેઠી ત્યારે તેણે ન્યુ યૉર્ક સિટીના લાગાર્ડિયા ઍરપોર્ટ પર એક રહસ્યમય ‘ફ્લાઇંગ સિલિન્ડર’ જોયું હતું, જે UFO હોઈ શકે છે. આ મહિલાએ લીધેલા વિડિયોમાં એક પલકારામાં જ ઝડપથી કોઈ અજાણ્યો પદાર્થ પસાર થઈ જતો દેખાય છે. વિડિયો સોશ્યલ મીડિયા પર ફરતો થયો એટલે અન્ય યુઝર્સ પણ ચોંકી ગયા હતા. ઓહાયોમાં મ્યુચ્યુઅલ UFO નેટવર્ક તરફથી જણાવવામાં આવ્યું હતું કે આ પદાર્થની ઊંચાઈ, આકાર અને લોકેશન જોતાં એ કોઈ ન્યુઝ હેલિકૉપ્ટર, ડ્રોન કે મિલિટરી-ઑપરેટેડ ઍરક્રાફ્ટ ન હોઈ શકે; આ સંભવિત ખતરો બની શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

29 April, 2024 10:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK