૧૯૧૨ની ૧૫ એપ્રિલે વિશાળકાય ટાઇટૅનિક જહાજ ડૂબી ગયેલું અને ૧૪૯૬ લોકો મૃત્યુ પામ્યા હતા. બહુ જૂજ લોકો જીવતા બચી ગયા હતા. એ બચી ગયેલા લોકોમાં કર્નલ આર્ચીબાલ્ડ ગ્રેસી પણ એક હતા.
આર્ચીબાલ્ડ ગ્રેસીનો લખેલો પત્ર
૧૯૧૨ની ૧૫ એપ્રિલે વિશાળકાય ટાઇટૅનિક જહાજ ડૂબી ગયેલું અને ૧૪૯૬ લોકો મૃત્યુ પામ્યા હતા. બહુ જૂજ લોકો જીવતા બચી ગયા હતા. એ બચી ગયેલા લોકોમાં કર્નલ આર્ચીબાલ્ડ ગ્રેસી પણ એક હતા. એ પત્ર તેમણે ૧૯૧૨ની ૧૦ એપ્રિલે લખ્યો હતો અને એમાં તેમણે ટાઇટૅનિકમાં પડેલી અગવડોનું વર્ણન કર્યું છે. ટાઇટૅનિકની કૅબિન c51માંથી લખેલો આ પત્ર તેમણે આયરલૅન્ડના ક્વીન્સટાઉનમાં જહાજ રોકાયું ત્યારે નીચે ઊતરીને પોસ્ટ કર્યો હતો. આ પત્રનું ઑક્શન રવિવારે ઇંગ્લૅન્ડના વિલ્ટશાયરમાં થયું હતું. એક અજ્ઞાત વ્યક્તિએ અનુમાનિત કિંમત કરતાં પાંચગણી કિંમતે એટલે કે ૩.૪૧ કરોડ રૂપિયામાં એ પત્ર લીધો હતો.
પત્રમાં કર્નલે લખ્યું હતું કે ‘આ સારું જહાજ છે, પરંતુ એના પર ફાઇનલ નિર્ણય લેતાં પહેલાં મારી યાત્રા પૂરી થાય એની પ્રતીક્ષા કરીશ.’

