ઐતિહાસિક જહાજ ટાઇટૅનિક ડૂબવાની ઘટના આજે પણ અરેરાટી અને અજંપો કરાવે છે. ૧૯૧૨માં ટાઇટૅનિક ડૂબ્યું ત્યારે ૧૫૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા.
કૅપ્ટન આર્થરની ૧૮ કૅરૅટ સોનાની પૉકેટ-વૉચ
ઐતિહાસિક જહાજ ટાઇટૅનિક ડૂબવાની ઘટના આજે પણ અરેરાટી અને અજંપો કરાવે છે. ૧૯૧૨માં ટાઇટૅનિક ડૂબ્યું ત્યારે ૧૫૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા. જહાજના કૅપ્ટન આર્થર રોસ્ટ્રોને ૭૦૦ લોકોના જીવ બચાવ્યા હતા. એ ઘટનામાં મૃત્યુ પામેલા ત્રણ ધનિક જૉન બી. થાયર, જૉન જેકબ એસ્ટર અને જ્યૉર્જ ડી વાઇડનરની વિધવાઓએ કૅપ્ટન આર્થરને ૧૮ કૅરૅટ સોનાની ટિફની ઍન્ડ કંપનીની પૉકેટ-વૉચ ભેટ આપી હતી. કૅપ્ટન ન્યુ યૉર્કથી ભૂમધ્ય સાગરની યાત્રા કરી રહ્યા હતા ત્યારે ટાઇટૅનિકમાંથી મદદની પોકાર સાંભળીને તેમણે પોતાનું સ્ટીમશિપ આરએમએસ કાર્પેથિયાનો રૂટ બદલીને લોકોને ઉગાર્યા હતા. ટાઇટૅનિક સાથે સંકળાયેલી વસ્તુઓની લિલામીમાં આ ઘડિયાળની પણ લિલામી થઈ હતી. એની પ્રારંભિક કિંમત ૧.૪૮૫ મિલ્યન ડૉલર રખાઈ હતી. આ ઘડિયાળ તાજેતરમાં બે મિલ્યન ડૉલર એટલે કે લગભગ ૧૬.૮૮ કરોડ રૂપિયામાં વેચાઈ છે.


