અમેરિકાના ટેનેસીમાં આવેલા ટાઇટૅનિક મ્યુઝિયમમાં જવાની જરૂર છે.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
૧૯૧૨ની ૧૫ એપ્રિલની રાતે રૉયલ મેલ સ્ટીમર (RMS) ટાઇટૅનિક ઍટલાન્ટિક મહાસાગરમાં ડૂબી ગઈ ત્યારે પાણીનું તાપમાન ફ્રીઝિંગ પૉઇન્ટથી બે પૉઇન્ટ નીચે એટલે કે માઇનસ બે ડિગ્રી સેન્ટિગ્રેડ હતું અને એવા પાણીમાં કેટલી વાર રહી શકાય એવો સવાલ પેદા થતો હોય તો એનો જવાબ મેળવવા માટે અમેરિકાના ટેનેસીમાં આવેલા ટાઇટૅનિક મ્યુઝિયમમાં જવાની જરૂર છે. આ મ્યુઝિયમનો એક એવો વિડિયો વાઇરલ થયો છે જેમાં ત્રણ વિઝિટર્સ કૅમેરાની સામે ફ્રીઝિંગ પૉઇન્ટથી નીચલા તાપમાને રાખવામાં આવેલા પાણીમાં હાથ મૂકે છે. બે મિનિટ સુધી હાથ રાખનારને ૧૦૦ ડૉલરનું ઇનામ છે. પહેલી મહિલા માત્ર ૨૦ સેકન્ડ સુધી પાણીમાં હાથ રાખી શકે છે અને કહે છે કે આ તો ખૂબ ઠંડું છે. ત્યાર બાદ એક પુરુષ એમાં માત્ર ૮ સેકન્ડમાં હાથ બહાર કાઢી લે છે. ટાઇટૅનિક ડૂબી ત્યારે માઇનસ ટૂ ડિગ્રી સેન્ટિગ્રેડ ટેમ્પરેચરમાં માત્ર ૧૫ મિનિટમાં હાઇપોથર્મિયાથી પ્રવાસીઓનાં થીજી જવાથી મૃત્યુ થયાં હતાં.
૨૨,૦૦૦ ચોરસ ફુટ વિસ્તારમાં આવેલા આ મ્યુઝિયમમાં ઓરિજિનલ ટાઇટૅનિક શિપની રેપ્લિકા બનાવવામાં આવી છે જેમાં ટાઇટૅનિકની ૪૦૦થી વધારે ઓરિજિનલ ચીજવસ્તુઓનો સંગ્રહ છે અને એમાં ટાઇટૅનિક શિપમાં ફરતા હોઈએ એવો અનુભવ થાય છે. આ મ્યુઝિયમમાં એન્ટ્રી ટિકિટ પણ શિપના મૂળ પૅસેન્જરોને આપવામાં આવી હતી એવી ટિકિટના રૂપમાં છે.

