Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ બહેને નદી સાથે લગ્ન કર્યાં અને ત્રીજી મૅરેજ ઍનિવર્સરી પણ મનાવી

આ બહેને નદી સાથે લગ્ન કર્યાં અને ત્રીજી મૅરેજ ઍનિવર્સરી પણ મનાવી

Published : 26 March, 2026 02:33 PM | IST | England
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ નિર્ણય સાથે મેગ દુનિયાને નદીઓમાં વધી રહેલા પ્રદૂષણ અને ગંદકીના સંકટ તરફ ધ્યાન ખેંચવા માગે છે.

મેગ નામની કન્યા કે જેણે પોતાના જીવનસાથી તરીકે નદીની પસંદગી કરી છે

અજબ ગજબ

મેગ નામની કન્યા કે જેણે પોતાના જીવનસાથી તરીકે નદીની પસંદગી કરી છે


દુનિયામાં મોહબ્બતના કિસ્સા તો અનેક સાંભળ્યા છે. હવેના જમાનામાં લોકો AI બૉયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ રાખવા લાગ્યા છે ત્યારે ઇંગ્લૅન્ડના બિસ્ટલમાં રહેતી ૨૯ વર્ષની મેગ નામની કન્યાએ પોતાના જીવનસાથી તરીકે નદીની પસંદગી કરી છે. મેગબહેને એવન નામની નદી સાથે લગ્ન કર્યાં છે અને આ સંબંધને હવે ૩ વર્ષ વીતી ચૂક્યાં છે. તાજેતરમાં મેગે સોશ્યલ મીડિયા પર લગ્નની જૂની ક્લિપ શૅર કરીને ત્રીજી ઍનિવર્સરી ઊજવી હતી અને એ પોસ્ટમાં દાવો છે કે સમયની સાથે તેનો નદી સાથેનો પ્રેમ વધુ ગહેરો થઈ રહ્યો છે. મેગ રિસર્ચર અને લેખક છે. તેણે ૨૦૨૩ના જૂન મહિનામાં એક નદી સાથે લગ્ન કર્યાં હતાં. તેનું કહેવું છે કે તે પાર્ટનર સાથે સમય વિતાવવા માટે નદીના પાણીમાં ઊતરી પડે છે. હાડકાં થિજાવી દે એવી ઠંડી હોય કે વરસાદ હોય, મેગબહેનને જીવનસાથી તરીકે એવન નદી સાથે સમય વિતાવવો બહુ ગમે છે. તેનું કહેવું છે કે કુદરત સાથે જોડાવાનો અને કુદરત સાથે ઐક્ય અને તાદાત્મ્ય અનુભવવાનો આ રુહાની માર્ગ છે.

નદી સાથે લગ્ન કરવાં એ કોઈ સ્ટન્ટ નથી. આ નિર્ણય સાથે મેગ દુનિયાને નદીઓમાં વધી રહેલા પ્રદૂષણ અને ગંદકીના સંકટ તરફ ધ્યાન ખેંચવા માગે છે. નદીઓ છે તો માણસોનું જીવન ટકી રહ્યું છે એ વાત આપણે સમજીએ એ માટે અને નદીઓને સ્વચ્છ રાખવાનું અભિયાન મેગને હાથ ધર્યું છે. તેણે એક ગ્રુપ બનાવ્યું છે જે નદીઓને માણસ જેવો જીવંત દરજ્જો અપાવવા માટે લડત લડી રહ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

26 March, 2026 02:33 PM IST | England | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK