૧૩૬૫ કિલોમીટરની આ ગજબ યાત્રા પૂરી કરીને સાહીરામે દ્વારકાધીશ સમક્ષ શીશ નમાવ્યું હતું.
સાહીરામ
૧૯ ફેબ્રુઆરીએ રાજસ્થાનના બિકાનેરથી સાહીરામ નામના ૩૬ વર્ષના ભક્તે શરૂ કરેલી દ્વારકા સુધીની દંડવત યાત્રા રવિવારે સાંજે પૂરી થઈ હતી. ૧૩૬૫ કિલોમીટરની આ ગજબ યાત્રા પૂરી કરીને સાહીરામે દ્વારકાધીશ સમક્ષ શીશ નમાવ્યું હતું.

