પોતાના જીવનના ખાસ પ્રસંગો અને અવસરોને યાદ રાખવા માટે લોકો કંઈ પણ કરતા હોય છે. તાજેતરમાં અમેરિકાના ટેક્સસ રાજ્યમાં રહેતી એક ટ્રાન્સજેન્ડર મહિલાએ પોતાના ચહેરાના રીશેપિંગની સર્જરીને યાદગાર બનાવી હતી.
ચહેરા પર સર્જરી કરાવતાં નીકળેલા હાડકાંમાંથી બનાવ્યાં ઇઅર-રિંગ્સ
પોતાના જીવનના ખાસ પ્રસંગો અને અવસરોને યાદ રાખવા માટે લોકો કંઈ પણ કરતા હોય છે. તાજેતરમાં અમેરિકાના ટેક્સસ રાજ્યમાં રહેતી એક ટ્રાન્સજેન્ડર મહિલાએ પોતાના ચહેરાના રીશેપિંગની સર્જરીને યાદગાર બનાવી હતી. તેણે ચહેરા પર સર્જરી કરીને જડબું થોડુંક પાતળું કરાવ્યું હતું. આ સર્જરી દરમ્યાન બન્ને તરફના જડબાંમાંથી છોલીને કાઢવામાં આવેલાં બે હાડકાંમાંથી તેણે ઇઅર-રિંગ્સ બનાવ્યાં હતાં.
૪૦ વર્ષની ઑબ્રે જન્મ સમયે પુરુષ હતી, પરંતુ તેણે જેન્ડર ચેન્જ સર્જરી કરાવીને સ્ત્રી તરીકે જીવવાનું નક્કી કર્યું છે. લિંગના બદલાવની સર્જરીની સાથે તેણે ચહેરાને પણ નાજુક બનાવવા માટે જડબાં સાંકડાં કરાવ્યાં હતાં. જડબાંમાંથી નીકળેલું પોતાના જ શરીરનું અંગ ફેંકી દેવાને બદલે તે એમાંથી ખાસ જ્વેલરી બનાવી રાખવા માગતી હતી એટલે તેણે સર્જરી પહેલાં જ ડૉક્ટરને કહી રાખેલું કે બન્ને તરફથી જે હાડકું કાઢવામાં આવે એ સેમ શેપનું હોય એનું ધ્યાન રાખવામાં આવે. સર્જરી પછી એ ધારદાર લાંબા હાડકાંની બન્ને ચીરીઓ સાથે સોનું મઢીને લાંબાં લટકણિયાં બનાવવામાં આવ્યાં હતાં.
