આ રેકૉર્ડ બન્યો એ વખતે તેની બે વર્ષ દસ મહિના અને બે દિવસની ઉંમર હતી. જૂડના આ કારનામાને ઇન્ડિયા વર્લ્ડ રેકૉર્ડમાં સ્થાન મળ્યું છે.
અનોખો વર્લ્ડ રેકૉર્ડ : બે વર્ષ, ૧૦ મહિના અને બે દિવસની ઉંમરે ૧૪ મિનિટ ૪૩ સેકન્ડમાં ૭૬ સવાલોના સાચા જવાબ આપ્યા
મેઘાલયના શિલૉન્ગમાં હજી તો માંડ બોલતાં શીખેલું ટબૂરિયું દેશભરનાં બાળકો માટે પ્રેરણારૂપ ઉદાહરણ બન્યું છે. વાત બે વર્ષના જૂડની છે. આ વર્ષે પહેલી એપ્રિલે ઍરફોર્સની સ્કૂલમાં ઍડ્મિશન લેનારા જૂડને આ ઉંમરથી જ સૌરમંડલ અને અંતરીક્ષને લગતા વિષયોમાં ભારે રસ છે. તાજેતરમાં તેણે ૧૪ મિનિટ ૪૩ સેકન્ડમાં ૭૬ સવાલોના સાચા જવાબ આપીને વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. આ રેકૉર્ડ બન્યો એ વખતે તેની બે વર્ષ દસ મહિના અને બે દિવસની ઉંમર હતી. જૂડના આ કારનામાને ઇન્ડિયા વર્લ્ડ રેકૉર્ડમાં સ્થાન મળ્યું છે.


