કોવિડની વૅક્સિન લીધા પછી પ્રેગ્નન્ટ મહિલાઓમાં સિઝેરિયન દ્વારા પ્રસૂતિ થવાનું રિસ્ક ઘટી ગયું છે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ચોતરફ કોરાનાની વૅક્સિનને કારણે થતી આડઅસરોની વાતો થઈ રહી છે ત્યારે યુનિવર્સિટી ઑફ બર્મિંગહૅમના નિષ્ણાતોએ કરેલો અભ્યાસ સારા સમાચાર લાવ્યો છે. ૨૦૧૯થી ૨૦૨૩ દરમ્યાન થયેલા અભ્યાસનો ડેટા ગ્લોબલ હેલ્થ જર્નલમાં છપાયો છે, જેમાં કહેવાયું છે કે કોવિડની વૅક્સિન લીધા પછી પ્રેગ્નન્ટ મહિલાઓમાં સિઝેરિયન દ્વારા પ્રસૂતિ થવાનું રિસ્ક ઘટી ગયું છે. આ વૅક્સિન લીધા પછી પ્રેગ્નન્સીમાં હાઇપરટેન્શનનું રિસ્ક પણ ઘટ્યું છે. જે મહિલાઓ ગર્ભ ધારણ કરતાં પહેલાં જ ફુલ્લી વૅક્સિનેટેડ હતી તેમને અચાનક હૉસ્પિટલાઇઝેશન કરવું પડે એવી સંભાવનાઓમાં ૯૪ ટકા ઘટાડો જોવા મળ્યો હતો.

