એક ફૅશન-ડિઝાઇનરે લખેલું કે હંમેશાં ‘મેડ ઇન ફ્રાન્સ’ કે ‘મેડ ઇન ઇટલી’ને જ ક્વૉલિટીનો બૅન્ચમાર્ક ગણવામાં આવે છે ત્યારે હવે જુઓ યુરોપિયન ફૅશન લેબલ ‘મેડ ઇન ઇન્ડિયા’ પ્રોડક્ટ વેચે છે.
પ્રાડાના ફૅશન-શોમાં ૧.૧૩ લાખ રૂપિયાના કોલ્હાપુરી ચંપલ સાથે રૅમ્પવૉક કર્યું મૉડલે
ઇટલીના મિલાનમાં યોજાયેલા ફૅશન-શોમાં ફૅશન-બ્રૅન્ડ પ્રાડાએ રનવે પર સ્પ્રિન્ગ/સમર મેન્સવેઅર કલેક્શન માટે ભારતનાં ટ્રેડિશનલ કોલ્હાપુરી ચંપલ લૉન્ચ કર્યાં હતાં. નવાઈની વાત એ છે કે પ્રાડાએ કોલ્હાપુરી ચંપલમાં કોઈ જ દેખીતું મેકઓવર કે મેજર ટ્વિસ્ટ ઉમેરવાને બદલે એક્ઝૅક્ટ્લી ટ્રેડિશનલ ચંપલ હોય એવાં જ જૂતાં મૉડલ્સને પહેરાવ્યાં હતાં. મૉડલે પણ ફ્લૅટ લેધરના સૅન્ડલને કૉટલ શર્ટ અને વાઇબ્રન્ટ હૅટ સાથે પૅર કર્યા હતા. ઇન્ટરનેટ પરના દેશી ફૅશન-લવર્સે તો કમેન્ટ કરેલી, ‘અરે... આ તો કોલ્હાપુરીઝ છે!’ કોઈકે લખેલું, ‘આ તો મારા દાદાના જમાનાના છે...’ જોકે એમ છતાં આ કોલ્હાપુરી ફ્લૅટ લેધર ચંપલની કિંમત ૧.૧૩ લાખ રૂપિયા છે. એક ફૅશન-ડિઝાઇનરે લખેલું કે હંમેશાં ‘મેડ ઇન ફ્રાન્સ’ કે ‘મેડ ઇન ઇટલી’ને જ ક્વૉલિટીનો બૅન્ચમાર્ક ગણવામાં આવે છે ત્યારે હવે જુઓ યુરોપિયન ફૅશન લેબલ ‘મેડ ઇન ઇન્ડિયા’ પ્રોડક્ટ વેચે છે.


