દરેક મહિલાના પર્સમાં સેફ્ટી પિનનો નાનકડો ઝૂડો જરૂર હોય છે.
સાડીમાં લગાવવાની સેફ્ટી પિન
દરેક મહિલાના પર્સમાં સેફ્ટી પિનનો નાનકડો ઝૂડો જરૂર હોય છે. એની કિંમત કેટલી હોય? દસથી વીસ રૂપિયા. ધારો કે એના પર વર્ક કરેલું હોય તો એની કિંમત ૧૦૦-૨૦૦ રૂપિયા સુધી જાય, પણ ઇટાલિયન લક્ઝરી ફૅશનબ્રૅન્ડ પ્રાડાએ એક સેફ્ટી પિન બ્રોચ લૉન્ચ કર્યું છે જેની કિંમત હજારો રૂપિયામાં છે. ધાતુની એક નાનકડી પિન પર થોડુંક રંગબેરંગી ધાગાથી કામ થયું છે એવી સેફ્ટી પિનની કિંમત ૬૯,૦૦૦ રૂપિયા છે. એના પરના ધાગાની ડિઝાઇન પણ કંઈ એક્સ્ટ્રા-ઑર્ડિનરી નથી. આવી ડિઝાઇન કરાવવી હોય તો એ આપણા ગામની બહેનો દસ-પચીસ રૂપિયામાં કરી આપી શકે એવી છે. એમ છતાં એક સેફ્ટી પિન બ્રોચની કિંમત છે ૭૭૫ ડૉલર એટલે કે લગભગ ૬૮,૦૦૦ રૂપિયા. નવાઈની વાત એ છે કે આ સેફ્ટી પિન વેચાય પણ છે.


