Passenger Vapes in American Airlines Plane: એક મુસાફરને ફ્લાઇટ એટેન્ડન્ટ દ્વારા કથિત રીતે વિમાનના બાથરૂમમાં વેપિંગ કરતા પકડવામાં આવ્યા બાદ તે ખૂબ જ ગભરાઈ ગયો હતો. પીટર નુયેન એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં તે ફ્લાઇટ એટેન્ડન્ટ સાથે ઝઘડો કરી રહ્યો હતો.
વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)
અમેરિકન ઍરલાઇન્સના એક મુસાફરને ફ્લાઇટ એટેન્ડન્ટ દ્વારા કથિત રીતે વિમાનના બાથરૂમમાં વેપિન્ગ કરતા પકડવામાં આવ્યા બાદ તે ખૂબ જ ગભરાઈ ગયો હતો. પીટર નુયેન એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં તે ફ્લાઇટ એટેન્ડન્ટ સાથે ઝઘડો કરી રહ્યો હતો અને તેના પર "હુમલો" કરવાનો આરોપ લગાવી રહ્યો હતો. જ્યારે ફ્લાઇટ એટેન્ડન્ટે બાથરૂમનો દરવાજો ખોલ્યો હતો ત્યારે તે બાથરૂમની અંદર હતો.
ક્લિપમાં, નુયેને વારંવાર દાવો કર્યો હતો કે જ્યારે ફ્લાઇટ એટેન્ડન્ટે તેનો ફોન છીનવી લેવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે તેની `છેડતી કરી`. ઇન્સ્ટાગ્રામ યુઝર્સ દ્વારા કમેન્ટ સેકશનમાં પૂછવામાં આવ્યું ત્યારે તેણે દેખીતી રીતે સ્વીકાર્યું કે તે વેપિન્ગ કરી રહ્યો હતો - "નિકોટિનનું વ્યસન વાસ્તવિક છે," તેણે એક કમેન્ટના જવાબમાં લખ્યું જેણે પૂછ્યું કે તે વોશરૂમની અંદર કેમ વેપિન્ગ કરી રહ્યો છે.
ADVERTISEMENT
અમેરિકન એરલાઇન્સના ફ્લાઇટ એટેન્ડન્ટનો મુસાફર સાથે ઝઘડો
ફ્લાઇટમાં નિયમો તોડવાના સ્પષ્ટ કિસ્સાથી શરૂ થયેલી ઘટના ટૂંક સમયમાં જ અંધાધૂંધ બની ગઈ જ્યારે મુસાફરે એટેન્ડન્ટ પર હુમલો કરવાનો આરોપ લગાવવાનું શરૂ કર્યું.
પીટર નુયેન, જે પોતાને એક સેલિબ્રિટી પિકબોલ કોચ તરીકે ઓળખાવે છે, તેમણે અમેરિકન એરલાઇન્સના ફ્લાઇટ એટેન્ડન્ટ દ્વારા વોશરૂમમાં વેપિન્ગ કરવા બદલ વર્તનનું રેકોર્ડિંગ કર્યું. વીડિયોમાં, તે શરૂઆતમાં માફી માગતો દેખાય છે.
Passenger gets caught vaping in plane restroom and plays victim pic.twitter.com/rmmZASBw4c
— Criminal Tube (@CriminalTube) August 5, 2025
"હું ખરેખર ટોયલેટ પર બેઠો હતો અને તમે દરવાજો ખોલી રહ્યા હતા," તેણે ફ્લાઇટ એટેન્ડન્ટને કહ્યું.
"આઈ ડૉન્ટ કેર" ફ્લાઇટ એટેન્ડન્ટે જવાબ આપ્યો. "તમે સૉરી બોલતા રહો પણ મને આ બધા મુસાફરોની વધારે પરવા છે."
થોડીક સેકન્ડ પછી, ફ્લાઇટ એટેન્ડન્ટ નુયેનનો ફોન લઈ લીધો અને વીડિયો અચાનક બંધ થઈ ગયો. બીજી ક્લિપમાં, નુયેન વારંવાર ફ્લાઇટ એટેન્ડન્ટ પર છેડતી કરવાનો આરોપ લગાવતો જોવા મળ્યો. આ ઘટના સોમવાર, 4 ઓગસ્ટના રોજ ફીનિક્સથી સૅન ફ્રાન્સિસ્કો જતી ફ્લાઇટમાં બની હતી.
મુસાફર એટેન્ડન્ટ પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો
"તેણે મને ખરાબ રીતે સ્પર્શ કર્યું" નુયેને ફ્લાઇટ એટેન્ડન્ટ પર હુમલો કરવાનો આરોપ લગાવતા કહ્યું. બીજી ફ્લાઇટ એટેન્ડન્ટ પહેલી ફ્લાઇટ એટેન્ડન્ટનો બચાવ કરવા આવી. “તમે કેમ ધૂમ્રપાન કરો છો? તમારે ધૂમ્રપાન ન કરવું જોઈએ!” તેણે નુયેનને કહ્યું, જેણે પછી દાવો કર્યો કે તેનો એક વકીલ છે અને તે પોતે પણ એક વકીલ છે.
"હા, પણ તેણે મને સ્પર્શ કર્યો. મારી પાસે એક વકીલ છે. હું એક વકીલ છું," તેણે જવાબ આપ્યો. તેણે એટેન્ડન્ટ્સને કહ્યું કે તેના 25,000 ફોલોઅર્સ છે જે આ વીડિયો જોશે.
"મને સ્પર્શ ના કર," તેણે એટેન્ડન્ટને કહ્યું, જો તેણી માફી નહીં માગે તો ફૂટેજ જાહેર કરવાની ધમકી આપી. તેણે એમ પણ કહ્યું કે ફ્લાઇટ લેન્ડ થયા પછી તે પોલીસને ફોન કરશે.
એ સ્પષ્ટ નથી કે નુયેને ખરેખર પોલીસ બોલાવી હતી કે અમેરિકન એરલાઇન્સે તેની સામે કોઈ કાર્યવાહી કરી હતી.


