કોંગ્રેસના સાંસદ ઇમ્રાન મસૂદે જણાવ્યું હતું કે, “અમે ઈરાનની સાથે ઊભા રહેવા જોઈએ. ઈરાન આપણા જૂના મિત્રો પૈકી એક છે. અમારી સાથે તેના વેપાર અને સાંસ્કૃતિક સંબંધો છે... તો આપણે મજબૂતીથી ઈરાનની સાથે ઊભા રહેવું જોઈએ. ઈરાને હંમેશા દરેક રીતે આપણું સમર્થન કર્યું છે. એટલે કે આ મુશ્કેલ સમયમાં આપણે ઈરાનની સાથે ઊભા દેખાવું જોઈએ... ઈરાને હુમલો નથી કર્યો, પણ ઈરાન પર હુમલો થયો છે. ઈરાને કહ્યું છે કે તેના તમામ ન્યુક્લિયર કાર્યક્રમો આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની દેખરેખ હેઠળ છે અને તમે ઈચ્છો તો ચકાસણી પણ કરી શકો. છતાં પણ તેનો પર હુમલો થયો છે. આ તો સાફ `દાદાગીરી` છે. દરેકએ આ દાદાગીરી સામે એકતાથી ઊભા રહીને જવાબ આપવો જોઈએ.”