એલિયન્સ હંમેશાં આપણા માટે ચર્ચા કરતાં વધુ અજાયબીનો વિષય બની રહ્યો છે. ૫૦ વર્ષની એક મહિલાએ માઇક્રો-બ્લૉગિંગ સાઇટ પર એલિયનને જોયાનો અને એના સંપર્કમાં આવી હોવાનો દાવો કર્યો છે.
આ મહિલાએ દાવો કર્યો કે એલિયન્સે એનું અપહરણ કર્યું હતું
એલિયન્સ હંમેશાં આપણા માટે ચર્ચા કરતાં વધુ અજાયબીનો વિષય બની રહ્યો છે. ૫૦ વર્ષની એક મહિલાએ માઇક્રો-બ્લૉગિંગ સાઇટ પર એલિયનને જોયાનો અને એના સંપર્કમાં આવી હોવાનો દાવો કર્યો છે. તેનું કહેવું છે કે મેં ઊડતી રકાબી જોઈ હતી અને એલિયન્સે મારું અપહરણ કર્યું હતું. ત્યાર પછી એલિયન સાથે તેની ઝપાઝપી થઈ હોવાનું પણ મહિલાએ કહ્યું છે.
આવા વિષયો પર સમર્પિત વેબસાઇટ્સ, સોશ્યલ મીડિયા પેજ અને ફોરમ છે. જોકે આ પેજ કે વેબસાઇટ્સ પર કોઈએ પોતાના દાવા પુરવાર કરવાની આવશ્યકતા નથી હોતી.
ADVERTISEMENT
એલિયન્સ દ્વારા અપહરણની વાતો મોટા ભાગે સાયન્સ-ફિક્શન ફિલ્મોનો સબજેક્ટ રહ્યો છે, પરંતુ બ્રિટનના યૉર્કશરની રહેવાસી આ ૫૦ વર્ષની મહિલા એવો દાવો કરે છે કે તેણે બાવન કરતાં વધુ વાર એલિયન્સ સાથે સંપર્ક કર્યો છે, જેને પુરવાર કરતા ઉઝરડા તેના શરીર પર પણ છે. યુએફઓમાં અપહરણ કરાયા બાદ તેણે એ જમાનામાં ટચસ્ક્રીન ધરાવતાં ઉપકરણો જોયાં છે, જ્યારે તે હજી શોધાયાં પણ નહોતાં.
તેનું કહેવું છે કે તેણે એલિયન્સનો સામનો કર્યો છે એ સમયે આ વાતનો તે પોતે પણ વિશ્વાસ નહોતી કરતી એથી હાલમાં કોઈ વિશ્વાસ ન કરે તેનું તેને અચરજ નથી થતું. આ ઉપરાંત તેના જેવો જ અનુભવ કરનારા બીજા ઘણા લોકો આ પૃથ્વી પર હોવાનો દાવો તેણે કર્યો છે.


