Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > હેં!? 11 મહિના કોમામાં રહેલા આ ટીનેજરને કોરોના શું એ ખબર નથી

હેં!? 11 મહિના કોમામાં રહેલા આ ટીનેજરને કોરોના શું એ ખબર નથી

04 February, 2021 07:15 AM IST | Mumbai

હેં!? 11 મહિના કોમામાં રહેલા આ ટીનેજરને કોરોના શું એ ખબર નથી

જૉસેફ ફ્લાવિલ

જૉસેફ ફ્લાવિલ


આખી દુનિયા કોરોનાના કહેરની અસરમાંથી હજી બહાર નથી આવ્યું ત્યારે બ્રિટનના સ્ટૅફૉર્ડશર રાજ્યના બર્ટન ટાઉનમાં ૧૯ વર્ષના જૉસેફ ફ્લાવિલને કોરોના કઈ બલા છે એની ખબર જ નથી. વાત એમ છે કે ભાઈનો ૧૧ મહિના પહેલાં ઍક્સિડન્ટ થયો હતો. એક કારે ટક્કર મારતાં તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યાં સારવાર દરમ્યાન તે કોમામાં સરી પડ્યો હતો. આ દુર્ઘટના બ્રિટનમાં લૉકડાઉન લાગુ થયાના લગભગ ત્રણ અઠવાડિયાં પહેલાં એટલે કે પહેલી માર્ચે થઈ હતી.

હાલમાં જ જૉસેફ કોમામાંથી બહાર આવ્યો છે અને આ સમયગાળામાં વિશ્વમાં થયેલા ફેરફારોથી તે તદ્દન અજાણ છે. જૉસેફને કોમામાંથી બહાર આવેલો જોઈ આનંદિત થયેલા તેના પરિવારજનો તેને કોવિડને કારણે વિશ્વમાં થયેલા ફેરફાર વિશે તેને કઈ રીતે જાણ કરવી, લૉકડાઉન અને સોશ્યલ ડિસ્ટન્સિંગની આવશ્યકતા વિશે કેમ સમજાવવું તે માટે અવઢવમાં છે.



કોરોના વાઇરસ પ્રતિબંધોને કારણે તેના પરિવારજનો તેને મળવા જઈ શકતા નથી. જૉસેફ કોરોના વાઇરસની મહામારીથી ભલે અજાણ હોય પરંતુ તે જ્યારે કોમામાં હતો ત્યારે તેનો કોવિડ-19 રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો તેમ જ કોમામાંથી બહાર આવ્યા પછી પણ તેનો ટેસ્ટ-રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

04 February, 2021 07:15 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK